મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Virat Kohli ICC Trophy / વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ICC ટ્રોફીના મામલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિક

Virat Kohli ICC Trophy / વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ICC ટ્રોફીના મામલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 7 રને જીતી લીધી હતી. આ સાથે ભારત બે વખત T20 વર્લ્ડ કપ જીતનાર દેશ બની ગયો છે. આ ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલીએ આ જીત સાથે ઈતિહાસ રચ્યો, જે બાદ તે વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી બન્યો જેણે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની તમામ વ્હાઈટ બોલ ક્રિકેટ ટ્રોફી જીતી છે.

કોહલી ચારેય ICC ટ્રોફી જીતનાર પ્રથમ ક્રિકેટર 

વિરાટ કોહલીને હવે એક અલગ જ દૃષ્ટિકોણથી જોવામાં આવશે કારણ કે તેણે મોટો ઈતિહાસ રચ્યો છે. તે ચારેય ICC વ્હાઈટ બોલ ટ્રોફી જીતનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. જેમાં અંડર-19 વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. એમએસ ધોની પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી.

ICC અંડર-19 વર્લ્ડ કપ

ICC અંડર-19 વર્લ્ડ કપ 2008ની ફાઈનલમાં ભારતનો સામનો સાઉથ આફ્રિકા સામે થયો હતો. આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી ભારતનો કેપ્ટન હતો. તેણે ફાઈનલ મેચમાં 34 બોલમાં 19 રન બનાવ્યા હતા. ભારત-19 એ આ ટુર્નામેન્ટ DLSથી 12 રનથી જીતી હતી.

ICC વર્લ્ડ કપ, 2011

ICC વર્લ્ડ કપ 2011ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 49 બોલમાં 35 રન બનાવ્યા હતા. એમએસ ધોની ટીમનો કેપ્ટન હતો. ભારતે આ ફાઈનલ મેચ 10 બોલ બાકી રહેતા 6 વિકેટે જીતી લીધી હતી.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2013

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 34 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ સમયે પણ એમએસ ધોની ટીમનો કેપ્ટન હતો. ભારતે આ ફાઈનલ મેચ પાંચ રને જીતી હતી.

ICC T20 વર્લ્ડ કપ, 2024

ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. આ સમયે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હતો. ભારતે આ મેચ 7 રને જીતી લીધી હતી.

આ સમાચાર શેર કરો