મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થતા ઈમોશનલ થઈ ગયો વિરાટ કોહલી, ન રોકી શક્યો તેના આંસુ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 2024ની 68મી મેચ રોમાંચથી ભરેલી રહી.

VIDEO / RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થતા ઈમોશનલ થઈ ગયો વિરાટ કોહલી, ન રોકી શક્યો તેના આંસુ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી IPL 2024ની 68મી મેચ રોમાંચથી ભરેલી રહી. RCBએ આ મેચ 27 રને જીતી લીધી છે. આ જીત સાથે RCBએ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કર્યું છે. 

કોહલી થયો ભાવુક

ચેન્નાઈ સામેની આ જીત RCBની આ સિઝનની સતત છઠ્ઠી જીત હતી. અંતિમ ક્ષણોમાં આ મેચ રસાકસી ભરી થઈ ગઈ હતી, જે કોઈપણ દિશામાં જઈ શકે તેમ હતી પરંતુ યશ દયાલની શાનદાર બોલિંગના કારણે RCBએ મેચ જીતી લીધી હતી. આ જીત બાદ RCBનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ઘણો ભાવુક થઈ ગયો હતો. કોહલી પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે રોકી ના શક્યો. કોહલીને રડતો જોઈ ફેન્સ પણ ઈમોશનલ થઈ ગયા હતા. 

RCBને સંજીવની મળી

આ જીત RCB માટે મોટી જીત છે. RCB એવી ટીમ છે જે આ સિઝનની શરૂઆતથી જ પોઈન્ટ્સ ટેબલમાં નિચલા સ્થાને હતી. પ્રથમ 8 મેચોમાંથી, બેંગલુરુએ ફક્ત એક જ મેચ જીતી હતી, પરંતુ તે પછી બેંગલુરુએ જે રીતે કમબેક કર્યું તે પ્રશંસનીય છે. RCB આઠમી મેચ બાદ એક પણ મેચ હારી નથી. ચેન્નાઈને હરાવ્યા બાદ વિરાટ કોહલી ઘણો ભાવુક થઈ ગયો હતો. તે દોડીને RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ગળે લગાડ્યો અને તેની લાગણી વ્યક્ત કરવા માટે તેને કિસ કરી. આ સિવાય તે હાથ વડે આંસુ છુપાવતો જોવા મળ્યો હતો. કોહલીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે વિરાટ ઈમોશનલ થઈ રહ્યો છે. આ જીત RCB માટે લાઈફલાઈન સમાન છે.

આ સમાચાર શેર કરો