Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi's big statement after his brilliant performance in IPL 2026

VIDEO: 'માત્ર રમવું નથી 20 વર્ષ સુધી પ્રભુત્વ જમાવવું...', IPL 2026માં શાનદાર પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશીનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં બેટિંગથી ધમાકો મચાવનારા અને તાજેતરમાં જ ભારતીય T20 ટીમમાં પસંદગી પામેલા ડાબોડી યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક ખાસ ઇન્ટરવ્યુના પ્રોમોમાં વૈભવ સૂર્યવંશીએ હુંકાર ભરતા જણાવ્યું છે કે, તે ક્રિકેટના મેદાન પર ફક્ત રમવા માટે નથી આવ્યો, પરંતુ આગામી બે દાયકા (20 વર્ષ) સુધી વર્લ્ડ ક્રિકેટ પર પ્રભુત્વ જમાવવા (Dominate) માટે આવ્યો છે.

App Store

વિરાટ કોહલી સાથેની મુલાકાત: એક સપના જેવી ક્ષણ

IPL 2026ની ફાઇનલ મેચ બાદ વૈભવે ટીમ મેનેજર રોમી ભિન્ડરને આપેલા ઇન્ટરવ્યુમાં દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી સાથેની મુલાકાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. વૈભવે ભાવુક થતા કહ્યું, "જ્યારે વિરાટ ભૈયાએ આવીને મારા ખભા પર હાથ મૂક્યો, ત્યારે મને ખરેખર એવું લાગી રહ્યું હતું કે મારું કોઈ મોટું સપનું પૂરું થઈ ગયું છે. તે પળ મારા માટે અવિસ્મરણીય હતી."

ઓરેન્જ કેપ અને એવોર્ડ્સ પર મોટો ખુલાસો

ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને 'ઓરેન્જ કેપ' જીતવા અંગે વૈભવે રસપ્રદ વાત શેર કરી હતી. તેણે કહ્યું, "મારું સપનું હતું કે હું આ કેપને માત્ર એક વાર અડીને જોઉં. મેં આખી ટૂર્નામેન્ટ દરમિયાન આના વિશે વિચાર્યું નહતું, કારણ કે જો વધારે વિચારો તો નજર લાગી જાય છે! હું બસ એટલું જ ઇચ્છતો હતો કે જે પણ સ્ટેજ પર રમું, ત્યાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપું." વૈભવે IPL 2026ની ફાઈનલ બાદ એક કે બે નહીં, પરંતુ ઓરેન્જ કેપ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, સુપરસ્ટ્રાઇકર ઓફ ધ સિઝન, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન અને સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારવા સહિતના કુલ 5 મોટા એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.

'મારે ત્રણેય ફોર્મેટ રમવા છે'

રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં ન પહોંચી શકી તે અંગે અફસોસ વ્યક્ત કરતા વૈભવે કહ્યું કે, "જો છેલ્લી મેચમાં વહેલી વિકેટો ન પડી હોત તો અમે ફાઈનલ બહાર બેસીને જોતા ન હોત, પણ મેદાન પર રમી રહ્યા હોત." આગામી વર્ષોમાં ટીમ માટે 2, 3, 4 કે 5 ટ્રોફી જીતવાનો તેણે આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. રેડ બોલ (ટેસ્ટ) ક્રિકેટ વિશે વાત કરતા આ યુવા સ્ટારે જણાવ્યું, "મને રેડ બોલ ક્રિકેટ રમવું ખૂબ ગમે છે અને હું તેનાથી જ પ્રેક્ટિસ પણ કરું છું. મારું સપનું ભારત માટે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI, T20) રમવાનું છે અને એવું રમવું છે કે આગામી 10થી 20 વર્ષ સુધી મારો દબદબો રહે."

નોંધનીય છે કે, IPLના શાનદાર પ્રદર્શનના જોરે વૈભવ સૂર્યવંશીની ભારતીય સિનીયર ટીમમાં પસંદગી થઈ ચૂકી છે અને તે આગામી આયર્લેન્ડ પ્રવાસ, ઈંગ્લેન્ડ પ્રવાસ તેમજ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે.