U19 Asia Cup / 9 છગ્ગા, 5 ચોગ્ગા... 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફરી મચાવી તબાહી, UAE સામે ફટકારી સદી

અંડર-19 એશિયા કપમાં વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર પોતાના બેટથી તબાહી મચાવી છે. ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં 14 વર્ષીય બેટ્સમેન ધમાકેદાર સ્ટાઇલથી રમ્યો અને તોફાની સદી ફટકારી. UAEના બોલર્સ વૈભવ સામે સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા.
લેફટી બેટ્સમેને મેદાનના દરેક ખૂણે શક્તિશાળી શોટ ફટકારતા ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. 2025માં વૈભવની આ ચોથી સદી છે. તે આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
વૈભવે ધમાકેદાર સદી ફટકારી
UAE સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. આયુષ મ્હાત્રે માત્ર 4 રન બનાવીને આઉટ થિયા ગયો. જોકે, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ જવાબદારી સંભાળી અને UAEના બોલિંગ એટેકને તોડી પાપાડ્યો. તેણે 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
જોકે, પોતાની અડધી સદી પૂરી કર્યા પછી, વૈભવે ધમાકેદાર પ્રદર્શન કર્યું, માત્ર 26 બોલમાં બીજા 50 રન બનાવીને પોતાની સદી પૂરી કરી. તેણે સદી સુધી પહોંચવા માટે 9 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. વૈભવ હજુ પણ તોફાની બેટિંગ કરી રહ્યો છે, આ લખાય છે ત્યાં સુધી તેણે 90 બોલમાં 166 રન બનાવી લીધા છે, આ દરમિયાન તેણે 14 છગ્ગા ફટકાર્યા છે.

