Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav joined Rahul Dravid's special club in the debut match

VIDEO: IND vs ENG / ડેબ્યુ મેચમાં રાહુલ દ્રવિડના ખાસ ક્લબમાં સામેલ થયો વૈભવ, વિરાટ અને રોહિત પણ નથી કરી શક્યા આ કામ

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટના 15 વર્ષના ઉભરતા સ્ટાર ઓપનર વૈભવ સૂર્યવંશીના ઈન્ટરનેશનલ ડેબ્યુની આતુરતાનો અંત આવી ગયો છે. ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી T20 મેચમાં વાઈસ-કેપ્ટન તિલક વર્માએ વૈભવને ડેબ્યુ કેપ સોંપી હતી. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં વૈભવ માત્ર 14 રન જ બનાવી શક્યો હતો, પરંતુ આ ટૂંકી ઈનિંગ દરમિયાન તેણે 2 ગગનચુંબી સિક્સ ફટકારીને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. આ સાથે જ તે ભારતના એક ખૂબ જ ખાસ અને પ્રખ્યાત રેકોર્ડ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.

App Store

જોફ્રા આર્ચરની ઓવરમાં ફટકારી શાનદાર સિક્સ

પોતાની આક્રમક શૈલીની ઝલક બતાવતા વૈભવ સૂર્યવંશીએ ઈનિંગની પ્રથમ સિક્સ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની ઓવરમાં ફાઈન લેગ તરફ ફટકારી હતી. ત્યારબાદ ચોથી ઓવરના પ્રથમ બોલે તેણે જોશ ટંગના સ્લોઅર બોલને મિડ વિકેટ તરફ બાઉન્ડ્રી લાઈનની બહાર મોકલી દીધો હતો. આ 2 સિક્સ સાથે વૈભવ સૂર્યવંશી ભારતનો એવો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે, જેણે પોતાની કારકિર્દીની ડેબ્યુ T20 મેચમાં એક કરતાં વધુ સિક્સ ફટકારી હોય.

રાહુલ દ્રવિડ અને આશિષ નેહરા જેવા દિગ્ગજોના લિસ્ટમાં એન્ટ્રી

આ આંકડાકીય લિસ્ટમાં પૂર્વ દિગ્ગજ કેપ્ટન રાહુલ દ્રવિડનું નામ સૌથી વધુ આશ્ચર્યજનક છે. 'ધ વોલ' તરીકે જાણીતા દ્રવિડે પોતાની એકમાત્ર T20 મેચમાં ઈંગ્લેન્ડ સામે 21 બોલમાં 31 રન બનાવ્યા હતા. જેમાં 3 સિક્સ સામેલ હતી. વર્તમાન ટીમમાં ઈશાન કિશને 2021માં 4 સિક્સ અને તિલક વર્માએ 2023માં 3 સિક્સ સાથે આ સિદ્ધિ મેળવી હતી. રસપ્રદ વાત એ છે કે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને પૂર્વ નંબર-1 T20 બેટ્સમેન અભિષેક શર્મા પણ પોતાના ડેબ્યુ મેચમાં એકથી વધુ સિક્સ નહતા ફટકારી શક્યા.

T20 ડેબ્યુ પર એકથી વધુ સિક્સ ફટકારનારા ભારતીય ખેલાડીઓ

  • આશિષ નેહરા
  • મુરલી વિજય
  • રાહુલ દ્રવિડ
  • ઈશાન કિશન
  • તિલક વર્મા
  • વૈભવ સૂર્યવંશી

બીજી T20 મેચમાં ભારતની હાર

જોકે, વૈભવના ડેબ્યુવાળા આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડે 19મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી જેકબ બેથલે 76 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. જેના કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો.