ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું, વિયાન મુલ્ડરે ત્રેવડી સદી અને 7 વિકેટો સાથે બનાવ્યો મોટો રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું, વિયાન મુલ્ડરે ત્રેવડી સદી અને 7 વિકેટો સાથે બનાવ્યો મોટો રેકોર્ડ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે એક અદ્વિતીય કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં 7 વિકેટ ઝડપવાની સાથે જ તે ટેસ્ટ કારકિર્દીમાં ટ્રિપલ સેન્ચુરી અને 7 વિકેટ હોલ ધરાવનારા વિશ્વના પ્રથમ ખેલાડી બની ગયો છે.

31 રનમાં 7 વિકેટ, બાંગ્લાદેશનો ધબડકો

બીજી ટેસ્ટના ત્રીજા દિવસે બાંગ્લાદેશ લંચ સુધી 3 વિકેટે 109 રન પર રમી રહ્યું હતું, પરંતુ ત્યારબાદ બીજા સેશનમાં માત્ર 75 રનમાં 7 વિકેટ ગુમાવીને 184 રનમાં સમેટાઈ ગયું હતું. વિયાન મુલ્ડરે 31 રન આપીને 7 વિકેટ ઝડપી હતી, જેના સહારે સાઉથ આફ્રિકાએ ઈનિંગ અને 219 રનથી વિજય મેળવી 2 મેચની સીરિઝ 2-0થી જીતી લીધી હતી.

જાહેરાત

સોબર્સ અને ક્લાર્ક કરતાં પણ આગળ નીકળ્યા મુલ્ડર

ટેસ્ટ ઈતિહાસમાં 300+ રન અને 5 વિકેટ હોલનો રેકોર્ડ વોલી હેમંડ, બોબ સિમ્પસન, સનથ જયસૂર્યા, વીરેન્દ્ર સેહવાગ, અને ક્રિસ ગેઇલ સહિત 5 ખેલાડીઓના નામે છે. ટ્રિપલ સેન્ચુરી સાથે 6 વિકેટ હોલ માત્ર ગેરી સોબર્સ અને માઈકલ ક્લાર્ક જ કરી શક્યા હતા, પરંતુ 7 વિકેટનો આંકડો પાર કરનારા વિયાન મુલ્ડર એકમાત્ર ખેલાડી બન્યો છે.

2025ની 367* રનની ઈનિંગ અને લારાનો રેકોર્ડ

વિયાન મુલ્ડરે એ 2025માં ઝિમ્બાબ્વે સામે 367 રનની અણનમ ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. તે સમયે કેપ્ટન તરીકે તેમની પાસે બ્રાયન લારાનો 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક હતી, પરંતુ તેણે મહાન ખેલાડીના સન્માનમાં ઈનિંગ ડિકલેર કરી દીધી હતી.

WTC પોઈન્ટ્સ ટેબલમાં સાઉથ આફ્રિકા મજબૂત

જોહાનિસબર્ગમાં પ્રથમ ટેસ્ટ 9 વિકેટે જીત્યા બાદ બીજી ટેસ્ટમાં મળેલા આ ભવ્ય વિજયથી સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ્સ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત