Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Top 5 Indian players with most catches in WTC history, know who has the most catches

VIDEO: WTCના ઇતિહાસમાં સૌથી વધુ કેચ ઝડપનાર ટોપ 5 ભારતીયો ખેલાડી, જાણો કોના નામે છે સૌથી વધુ કેચ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધી ખૂબ જ દમદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો અને બોલરોએ જ્યાં શાનદાર રમત બતાવી છે, ત્યાં જ ફીલ્ડિંગમાં પણ તેઓ કમાલ કરતા જોવા મળ્યા છે. એવામાં તમને WTCના ઇતિહાસમાં અત્યાર સુધીના ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લેનારા ટોચના પાંચ ભારતીય ખેલાડીઓ વિશે જણાવશું, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો દબદબો જોવા મળ્યો છે.

App Store

1. વિરાટ કોહલી

વિરાટ કોહલી, જેનું WTCના ઇતિહાસમાં બેટથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે અને તેમણે ઘણી રેકોર્ડ ઈનિંગ્સ પણ રમી છે. ફીલ્ડિંગમાં પણ કોહલી કમાલ કરતા જોવા મળ્યા છે, જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં તેમણે 46 મેચોની 90 ઈનિંગ્સમાં ફીલ્ડિંગ કરતા 49 કેચ ઝડપ્યા છે.

2. રોહિત શર્મા

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ લિસ્ટમાં બીજા નંબર પર છે. રોહિતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં 40 મેચો રમી છે અને તેમાં તેમણે 78 ઈનિંગ્સમાં ફીલ્ડિંગ કરતા 43 કેચ પકડવામાં સફળતા મેળવી છે.

3. કે.એલ. રાહુલ

કે.એલ. રાહુલ, જે વન-ડે ફોર્મેટમાં ભારતીય ટીમ માટે મુખ્ય વિકેટકીપરની ભૂમિકા સંભાળે છે, તેમનું ફીલ્ડર તરીકે WTCના ઇતિહાસમાં અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે. રાહુલે WTCમાં 31 ટેસ્ટ મેચોની 60 ઈનિંગ્સમાં ફીલ્ડિંગ કરતા 34 કેચ પકડ્યા છે.

4. શુભમન ગિલ

ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન શુભમન ગિલ આ લિસ્ટમાં ચોથા નંબર પર છે, જેમાં ગિલે WTCના ઇતિહાસમાં અત્યાર સુધી જ્યાં બેટથી શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું છે, તો બીજી તરફ 40 મેચોની 78 ઈનિંગ્સમાં ફીલ્ડિંગ કરતા 30 કેચ પણ ઝડપ્યા છે.

5. અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે, જેમણે ગયા મહિનાના અંતમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, તેઓ આ લિસ્ટમાં પાંચમી પોઝિશન પર કબ્જામાં છે. રહાણેએ WTCના ઇતિહાસમાં કુલ 29 મેચો રમતા 57 ઈનિંગ્સમાં ફીલ્ડિંગ કરી છે અને તેમાં તેઓ 29 કેચ પકડવામાં સફળ રહ્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News