Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : WTC points table changed again

WTCના પોઈન્ટ્સ ટેબલમાં ફરી ફેરફાર, ફાઈનલની રેસમાં આગળ નીકળી આ ટીમ, ભારત-ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

Timeછેલ્લું અપડેટ : 01 Dec 2024
લાઇવ ટીવીGoogle News
WTCના પોઈન્ટ્સ ટેબલમાં ફરી ફેરફાર, ફાઈનલની રેસમાં આગળ નીકળી આ ટીમ, ભારત-ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

જેમ જેમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઈનલ નજીક આવી રહી છે તેમ તેમ WTC 2023-25નું પોઈન્ટ્સ ટેબલ વધુ રોમાંચક બની રહ્યું છે. અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ફાઈનલની રેસમાં આગળ જોવા મળતી હતી. હવે આ રેસમાં બીજી મોટી ટીમ પ્રવેશી છે. આ ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. આ ટીમ સાઉથ આફ્રિકાની છે. સાઉથ આફ્રિકાની ટીમ WTCની ફાઈનલમાં પહોંચવાની રેસમાં આગળ આવી ગઈ છે.

App Store

આ પણ વાંચો: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025: સસ્પેન્સ યથાવત, પાકિસ્તાન 'હાઈબ્રિડ મોડલ'માં તૈયાર, પણ સમસ્યા અહીં અટકી છે

સાઉથ આફ્રિકાએ છલાંગ લગાવી

સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે શ્રીલંકાને 233 રનથી હરાવ્યું હતું. તેની ટીમે WTCના પોઈન્ટ્સ ટેબલમાં જોરદાર છલાંગ લગાવી છે. આ મેચ પહેલા ટીમ 5માં સ્થાને હતી, પરંતુ હવે તેણે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડને પાછળ છોડીને બીજું સ્થાન હાંસલ કર્યું છે. મેચ પહેલા ટીમનું PCT 54.17 હતો. હવે તેનું PCT 59.25 છે.

ભારત-ઓસ્ટ્રેલિયા જોખમમાં

આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં બંને ટીમો WTCના ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પાંચ મેચની સિરીઝ રમી રહી છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાની જીતને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ WTCના પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે WTCના પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહેનારી ટીમો જ ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. આ સાઈકલમાં સાઉથ આફ્રિકાને હજુ ત્રણ મેચ રમવાની છે. જેમાં એક મેચ શ્રીલંકા સામે અને બે મેચ પાકિસ્તાન સામે રમાશે. જો ટીમ ત્રણેય મેચ જીતી જશે તો ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી માત્ર એક જ ટીમ ફાઈનલમાં જઈ શકશે.