મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025 પહેલા વધુ એક ઉલટફેર, આ દિગ્ગજ ખેલાડીએ છોડ્યો CSKનો સાથ

IPL 2025 શરૂ થવામાં હજુ ઘણો સમય છે, પરંતુ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન, એવા સમાચાર છે કે ટૂંક સમયમાં B

IPL 2025 પહેલા વધુ એક ઉલટફેર, આ દિગ્ગજ ખેલાડીએ છોડ્યો CSKનો સાથ

IPL 2025 શરૂ થવામાં હજુ ઘણો સમય છે, પરંતુ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન, એવા સમાચાર છે કે ટૂંક સમયમાં BCCI દ્વારા રીટેન્શન પોલિસી જારી કરવામાં આવશે. પરંતુ આ પહેલા ટીમોએ તેમના સપોર્ટ સ્ટાફને વધુ મજબૂત બનાવવા માટે કામ કર્યું છે. હવે KKR અને CSK વિશે સમાચાર આવી રહ્યા છે. KKRએ તેના નવા મેન્ટરની જાહેરાત કરી છે. જેના કારણે CSKને ઝટકો લાગી શકે છે.

ડ્વેન બ્રાવો KKRનો નવો મેન્ટર બન્યો

IPLની વર્તમાન ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે તેના નવા મેન્ટરની જાહેરાત કરી છે. KKRએ કહ્યું છે કે, વેસ્ટ ઈન્ડિઝના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક ડ્વેન બ્રાવો હવે તેમનો નવો મેન્ટર બનશે. અગાઉ ડ્વેન બ્રાવો CSK સાથે જોડાયો હતો. તે ટીમ તરફથી રમ્યો પણ છે. છેલ્લી કેટલીક સિઝનથી તે બોલિંગ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવી રહ્યો હતો. ડ્વેન બ્રાવો એક એવો ખેલાડી છે જે MIઅને CSK બંને ટીમો માટે રમ્યો છે. CSK માટે IPL જીતનાર ખેલાડીઓમાં તેની ગણતરી થાય છે. 2011થી તે સતત CSK સાથે જોવા મળ્યો હતો, પરંતુ હવે તેની જર્સીનો રંગ બદલાઈ જશે.

KKRને ફાયદો અને CSKને નુકસાન

પહેલા ગૌતમ ગંભીર KKRના મેન્ટરની ભૂમિકા ભજવતો હતો, પરંતુ હવે તે ભારતી ટીમનો હેડ કોચ છે. તેની વિદાય બાદથી, KKR એવા ખેલાડીની શોધમાં હતી જેને IPLમાં સારો અનુભવ હોય. હવે આ શોધનો અંત ડ્વેન બ્રાવો સાથે આવ્યો છે. ડ્વેન બ્રાવોનું KKRમાં આવવું તે ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, તો CSK માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે ડ્વેન બ્રાવોની જગ્યાએ CSK કોને પસંદ કરશે.

બ્રાવોની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે

ડ્વેન બ્રાવોએ CSK સાથે 4 IPL ટ્રોફી જીતી છે. આ સિવાય તેણે 5 CPL ટ્રોફી, એક BBL ટ્રોફી  અને એક PSL ટ્રોફી પણ જીતી છે. બ્રાવોએ તેની કારકિર્દીનો અંત 631 T20 વિકેટ સાથે કર્યો હતો, જે T20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ છે. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાવોએ 2021માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. 

આ સમાચાર શેર કરો