IPL 2025 પહેલા માહી ખેલી શકે છે મોટો દાવ!, આ ખેલાડીઓ CSK ટીમમાં કરી શકે છે એન્ટ્રી
2025ની આઈપીએલ સિઝન બાદ સંભવત: ધોની આઈપીએલમાંથી વિદાઈ લઇ શકે છે. મીડિયા રીપોર્ટસ અનુસાર ચેન્નઈ સુપર કિંગ્સ

2025ની આઈપીએલ સિઝન બાદ સંભવત: ધોની આઈપીએલમાંથી વિદાઈ લઇ શકે છે. મીડિયા રીપોર્ટસ અનુસાર ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનું મેનેજમેન્ટ ધોની સાથે મળીને ભવિષ્ય માટે ટીમને મજબૂત બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ સ્થિતિમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે ધોની ટીમના ભવિષ્યને લઈને ખૂબ જ ખાસ વ્યૂહનીતિ તૈયાર કરી રહ્યો છે.
ચેન્નઈને કેપ્ટનની જરૂરિયાત નથી કારણકે ઋતુરાજ ગાયકવાડે ગયા વર્ષથી જ ટીમની કેપ્ટનશીપ સંભાળી લીધી છે. પરિમાણે સીએસકેને એક શાનદાર વિકેટ કીપર અને બેટર, એક ઓલરાઉન્ડર અને અનુભવી ઝડપી બોલરની જરૂર છે. આ સ્થિતિમાં ટીમ સામેલ કરવા માટે ત્રણ ખેલાડીઓના નામ ચર્ચામાં છે.
જસપ્રીત બુમરાહ
એવું મનાઈ રહ્યું છે કે, રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સને છોડી શકે છે, જો આવું થશે તો તેનો નજીકનો મિત્ર જસપ્રિત બુમરાહ પણ ટીમમાં ટકી શકશે નહીં. તાજેતરમાં જ ધોનીએ બુમરાહને પોતાનો મનપસંદ બોલર ગણાવ્યો હતો, તેથી શક્ય છે કે જો બુમરાહ મુંબઈને છોડી દે તો ચેન્નઈ તેને ખરીદવાનો પૂરો પ્રયાસ કરશે.
માર્કસ સ્ટોઈનિસ
ઓસ્ટ્રેલિયન ટીમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ હાલમાં લખનૌની ટીમમાં છે. પરંતુ ઓકશન પહેલા મેનેજમેન્ટ નિકોલસ પૂરનને વિદેશી ખેલાડી તરીકે જાળવી રાખવા ઈચ્છશે. તેથી સ્ટોઇનિસ ઉપલબ્ધ રહેશે અને તેનાથી મોટી વાત એ છે કે સ્ટોઇનિસ અમેરિકામાં મેજર ક્રિકેટ લીગમાં ચેન્નાઈની ફ્રેન્ચાઇઝી ટેક્સાસ સુપર કિંગ્સનો ભાગ છે.
હેનરિક ક્લાસેન
એક અહેવાલ અનુસાર, હૈદરાબાદ જે વિદેશી ખેલાડીને રીટેન કરવા માંગશે તે ખેલાડી ટ્રેવિસ હેડ છે. એટલે કે હેનરિક ક્લાસેનને ટીમમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. ક્લાસેન મિડલ ઓર્ડરમાં મજબૂત અને અનુભવી બેટર છે. તે ભવિષ્યમાં ધોનીનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.








