મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPLની ફ્રેન્ચાઈઝી KKRનો મેન્ટર બની શકે છે આ ખેલાડી, લઈ શકે છે ગંભીરનું સ્થાન

IPL 2024માં ગૌતમ ગંભીરની પોતાની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં વાપસી થઈ હતી. ગંભીર કેકેઆરના

IPLની ફ્રેન્ચાઈઝી KKRનો મેન્ટર બની શકે છે આ ખેલાડી, લઈ શકે છે ગંભીરનું સ્થાન

IPL 2024માં ગૌતમ ગંભીરની પોતાની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં વાપસી થઈ હતી. ગંભીર કેકેઆરના મેન્ટર તરીકે ટીમમાં સામેલ થયો હતો અને આ વર્ષે કેકેઆરે ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. હવે ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બની ગયો છે. તેણે રાહુલ દ્રવિડનું સ્થાન લઈ લીધું છે જે બાદ કેકેઆરના મેન્ટરનું પદ ખાલી છે. હવે કેકેઆરના મેન્ટરના પદને લઈને એક પૂર્વ દિગ્ગજનું નામ સામે આવી રહ્યું છે.

આ દિગ્ગજ બની શકે છે KKRનો મેન્ટર

IPL 2024માં ગૌતમ ગંભીરની વાપસી બાદ કેકેઆરની રમત ઘણી બદલાઈ ગઈ હતી. કેકેઆરે આ સિઝનમાં આક્રમક રમત બતાવી હતી. બેટિંગથી લઈને બોલિંગ સુધી ખૂબ સુધારો જોવા મળ્યો હતો. જેના કારણે કેકેઆર ત્રીજી વખત ચેમ્પિયન બની હતી. ખાસ વાત એ રહી કે ત્રણેય વખતે ગંભીર ટીમની સાથે હતો. દરમિયાન હવે કેકેઆરને ટીમ માટે ગંભીર જેવા જ મેન્ટર જોઈએ. રિપોર્ટ અનુસાર આઈપીએલની આગામી સિઝનમાં સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર જેક કેલિસ કેકેઆરના મેન્ટર બની શકે છે.

રિપોર્ટ્સ અનુસાર ફ્રેન્ચાઈઝી ગૌતમ ગંભીરનો રિપ્લેસમેન્ટ શોધી રહી છે. એક તરફ ચંદ્રકાંત પંડિત ટીમના કોચ બની રહેશે તો બીજી તરફ જેક કેલિસ ગૌતમ ગંભીર વાળી ભૂમિકાને નિભાવતાં જોઈ શકાશે. જેક કેલિસ વર્ષ 2019માં કેકેઆરનો કોચ પણ હતો. આ સિવાય વર્ષ 2012 અને 2014માં જ્યારે-જ્યારે કેકેઆર ચેમ્પિયન બની હતી, ત્યારે-ત્યારે જેક કેલિસ ટીમનો ભાગ હતો. આ સિવાય વર્ષ 2015થી 2019 સુધી કેલિસ કેકેઆરની સાથે બેટિંગ સલાહકાર તરીકે જોડાયો હતો. 

ગંભીર બન્યો ટીમ ઈન્ડિયાનો હેડ કોચ

ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બની ચૂક્યો છે. શ્રીલંકાની સાથે થનારી સિરીઝથી ગંભીર પોતાના હેડ કોચનો કાર્યભાર સંભાળતા જોવા મળશે. ગંભીરના ગયા બાદથી કેકેઆરમાં મેન્ટરનું પદ ખાલી થઈ ચૂક્યું છે. તેને લઈને ફ્રેન્ચાઈઝી શોધ કરી રહી છે. 

આ સમાચાર શેર કરો