Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This legendary player lashed out at Wiaan Mulder for not breaking Brian Lara's record

બ્રાયન લારાનો રેકોર્ડ ન તોડવા પર વિઆન મુલ્ડર પર ભડક્યો આ દિગ્ગજ પ્લેયર

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2025
લાઇવ ટીવીGoogle News
બ્રાયન લારાનો રેકોર્ડ ન તોડવા પર વિઆન મુલ્ડર પર ભડક્યો આ દિગ્ગજ પ્લેયર

દક્ષિણ આફ્રિકાના નવા ટેસ્ટ કેપ્ટન વિઆન મુલ્ડર વેસ્ટ ઈન્ડીઝ સામે પોતાની 367 રનની ઐતિહાસિક ઈનિંગના કારણે ચર્ચામાં છે. યુવા કેપ્ટન પાસે દિગ્ગજ બ્રાયન લારાનો 400 રનના અતૂટ રેકોર્ડને તોડવાની સુવર્ણ તક હતી પરંતુ તેણે ઈનિંગ ડિક્લેર કરી દીધી. બાદમાં મુલ્ડરે કહ્યું કે, આ રેકોર્ડ લારા જેવા દિગ્ગજ પાસે જ રહેવા દેવો જોઈએ. હવે 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેઇલ તેના આ નિર્ણયથી નાખુશ છે. ક્રિસ ગેઈલે કહ્યું કે, મુલ્ડર 'ગભરાઈ' ગયો હતો, તેણે મોટી ભૂલ કરી. આવા ચાન્સ વારંવાર નથી મળતાં. તે કેવી રીતે ખુદ એક દિગ્ગજ બનશે. 

App Store

ક્રિસ ગેઇલે પોતાના કરિયરમાં બે વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે

ગેઈલે કહ્યું કે, 'જો મને આ તક મળી હોત તો મેં 400 રન બનાવી દીધા હતા.' તમને જણાવી દઈએ કે, ગેઈલે પોતાના કરિયરમાં બે વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારવાનું કારનામું કર્યું છે. તેણે શ્રીલંકા સામે 333 રન અને દક્ષિણ આફ્રિકા સામે 317 રન બનાવ્યા હતા. 

આવા ચાન્સ વારંવાર નથી મળતાં

ગેઈલે આગળ કહ્યું કે, 'આવા ચાન્સ વારંવાર નથી મળતાં. તમને નથી ખબર કે તમે ફરી ક્યારે ટ્રિપલ સેન્ચુરી ફટકારી શકશો. જ્યારે પણ તમને આવી તક મળે ત્યારે તમે તમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરો છો. પરંતુ તે ઉદાર હતો અને તેણે કહ્યું કે, તે ઈચ્છતો હતો કે, આ રેકોર્ડ બ્રાયન લારાના નામે જ રહે. તે કદાચ ગભરાય ગયો હતો. તેને એ ન સમજાયું કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ.'

ગેઇલે આગળ કહ્યું કે, 'તમે 367 રન પર છો, તમે આપોઆપ રેકોર્ડ માટે તક લેશો. જો તમે લિજેન્ડ બનવા માંગતા હોય, તો તમે લિજેન્ડ કેવી રીતે બનશો? તે ગભરાઈ ગયો અને બ્લંડર કરી.'

મુલ્ડરે બનાવ્યા અનેક રેકોર્ડ

મુલ્ડરે ભલે વેસ્ટ ઈન્ડીઝ સામે પોતાના જ દેશના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ ન કર્યો હોય, પરંતુ તેણે 367 રનની અણનમ ઈનિંગથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ તેના દેશની બહાર કોઈપણ બેટ્સમેનની સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ છે. આ કોઈપણ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનની સૌથી મોટી ઈનિંગ છે. મુલ્ડરે 297 બોલમાં પોતાની ટ્રિપલ સેન્ચુરી પૂરી કરી. આ ટેસ્ટ ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચુરી છે. સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચુરીનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે જેમણે દક્ષિણ આફ્રિકા સામે 278 બોલમાં પોતાની ટ્રિપલ સેન્ચુરી પૂરી કરી હતી.