3 સદી, સૌથી વધુ રન... છતાં સોનલ દિનુષાને નહીં, પરંતુ આ ખેલાડીને મળ્યો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ

જો તમે ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ જોઈ હોય, તો તમે કદાચ સોનલ દિનુષા વિશે સાંભળ્યું હશે. કોલંબોમાં રમાયેલી બીજી મેચમાં, તેણે શ્રીલંકા માટે બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. દિનુષાએ સિરીઝમાં કુલ ૩ સદી ફટકારી હતી. તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો, છતાં તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' નો એવોર્ડ આપવામાં નહતો આવ્યો. દિનુષાના સ્થાને એવા ખેલાડીને એવોર્ડ આપવામાં આવ્ય હતો, જેણે તેના કરતા ઓછી સદી અને ઓછા રન બનાવ્યા હતા.
શ્રીલંકાના આ બેટ્સમેને 2 મેચમાં 4 ઈનિંગ્સમાં 140ની પ્રભાવશાળી એવરેજથી 420 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 3 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. તે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોપ પર રરહ્યો હતો. જોકે, પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ ભારતીય બેટ્સમેન દેવદત્ત પડિક્કલને મળ્યો હતો.
પડિક્કલ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. ત્રણ ઈનિંગ્સમાં બેટિંગ કરીને, તેણે 109.33ની સરેરાશથી 328 રન બનાવ્યા, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. પહેલી મેચમાં તેણે 167 અને 44ની શાનદાર ઈનિંગ્સ રમી. પછી, બીજી મેચમાં, પડિકલે 117 રન બનાવ્યા.
પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયા પછી પડિક્કલે શું કહ્યું?
મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન, પડિકલે કહ્યું, "આ એક શાનદાર લાગણી છે. જો અમે આ મેચ પણ જીતી હોત તો તે વધુ સારું હોત. પરંતુ મને ખુશી છે કે મેં યોગદાન આપ્યું."
દેવદત્ત પડિક્કલની ટેસ્ટ કારકિર્દી
પડિક્કલની ટેસ્ટ કારકિર્દી પર એક નજર નાખતા, તેણે હવે ફોર્મેટમાં ચાર મેચ રમી છે. છ ઈનિંગ્સમાં બેટિંગ કરીને, તેણે 69.66 ની સરેરાશથી 418 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 1 અડધી સદીનો સમાવેશ થાય છે. લાંબા સમય સુધી રાહ જોયા પછી પડિક્કલ ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો. શ્રીલંકા પ્રવાસ પહેલા, તેણે છેલ્લે નવેમ્બર 2024માં ટીમ ઈન્ડિયા માટે રેડ-બોલ મેચ રમી હતી. બે વર્ષ પછી, તેને બીજી તક મળી. તેણે આ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવ્યો છે અને પોતાના સ્થાન માટે દાવો કર્યો છે. પડિક્કલે શ્રીલંકા સિરીઝમાં નંબર 3 પોઝિશનનો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો.

