Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : MS Dhoni to select new CSK head coach! Announcement likely by September 20

એમએસ ધોની CSKનો નવા હેડ કોચની પસંદગી કરશે! 20 સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
એમએસ ધોની CSKનો નવા હેડ કોચની પસંદગી કરશે! 20 સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે જાહેરાત
સોર્સ : gstv

પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) હાલમાં નવા હેડ કોચની શોધમાં છે. લાંબા સમયથી CSKના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે રાજીનામું આપી દીધું છે. ફ્લેમિંગના નેતૃત્વમાં ચેન્નાઈએ 2023માં તેનું પાંચમું IPL ટાઈટલ જીત્યું હતું. જોકે, આ પછી, ટીમના પ્રદર્શનમાં સતત ઘટાડો થતો ગયો, જેના કારણે ફ્રેન્ચાઈઝીએ ફ્લેમિંગથી અલગ થવું પડ્યું.

App Store

ફ્લેમિંગના ગયા પછી, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે તેનું સ્થાન કોણ લેશે. CSKના નવા હેડ કોચ અંગે ક્રિકેટ જગતમાં ચર્ચાઓ ચાલી રહી છે. ચેન્નાઈની ટીમ ખરાબ પ્રદર્શન અને પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં, ટીમ માટે નવા કોચની નિમણૂક મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દરમિયાન, એક અહેવાલ સામે આવ્યો છે કે એમએસ ધોની ટૂંક સમયમાં CSKના નવા હેડ કોચને પસંદ કરી શકે છે.

CSKના નવા હેડ કોચની જાહેરાત 20 સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે

એક અહેવાલ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સના નવા હેડ કોચનું નામ 20 સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે. અહેવાલમાં CSKના આગામી કોચ વિશે ઘણી મહત્ત્વપૂર્ણ વિગતો શેર કરી છે. અહેવાલ મુજબ, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેટિંગ દિગ્ગજ માઈક હસ્સી આ પદ માટે મુખ્ય દાવેદાર છે. હસ્સી 2018થી CSKના બેટિંગ કોચ તરીકે સેવા આપી રહ્યો છે. તે ટીમના વાતાવરણ અને ખેલાડીઓને સારી રીતે સમજે છે.

જોકે હસ્સીએ હજુ સુધી કોઈ ટીમના હેડ કોચ તરીકે સેવા નથી આપી, તે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમ અને ધ હંડ્રેડ ટીમ વેલ્શ ફાયર સાથે પણ સંકળાયેલો છે. ક્રિકેટ અને CSK મેનેજમેન્ટની તેની ઊંડી સમજ ઉપરાંત, ધોની સાથેના તેના ગાઢ સંબંધો તેને આ પદ માટે મજબૂત ઉમેદવાર બનાવે છે.

આ નામોની પણ ચર્ચા થઈ રહી છે

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગન પણ CSKના નવા હેડ કોચ માટે ટોચના દાવેદારોમાં સામેલ છે. ટીમના ભૂતપૂર્વ ખેલાડી આર. અશ્વિને પહેલાથી જ સૂચન કર્યું છે કે મોર્ગનને આ ભૂમિકા માટે વિચારી શકાય છે. માઈક હસી અને ઈયોન મોર્ગન ઉપરાંત, બ્રેન્ડન મેક્કુલમ, હેમાંગ બદાણી, કેપ્લર વેસેલ્સ અને રાહુલ દ્રવિડ જેવા નામો પણ CSKના આગામી હેડ કોચ માટે ચર્ચામાં છે. જોકે, ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી આમાંથી કોઈ નામની સત્તાવાર પુષ્ટિ નથી કરી.