Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : This bowler can replace Jasprit Bumrah in the playing XI against Sri Lanka

IND vs SL / આકિબ નબી નહીં, આ બોલર પ્લેઇંગ ઈલેવનમાં લઈ શકે છે જસપ્રીત બુમરાહનું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
IND vs SL / આકિબ નબી નહીં, આ બોલર પ્લેઇંગ ઈલેવનમાં લઈ શકે છે જસપ્રીત બુમરાહનું સ્થાન
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. બધાની નજર આ મેચ પર છે. ટીમ મેનેજમેન્ટ આ પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલરને જસપ્રીત બુમરાહની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. આકિબ નબીને પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરવાની તક નહતી મળી. જે ​​ત્રણ ફાસ્ટ બોલર્સને તક મળી હતી તેમાંથી ફક્ત એક જ બોલરે સારું પ્રદર્શન કર્યું હતું. આનાથી કેપ્ટન અને કોચનું ટેન્શન વધ્યું છે.

App Store

આ બોલરને પહેલી ટેસ્ટમાં તક મળી શકે છે

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની સ્કવોડને જોતા, મોહમ્મદ સિરાજનું પહેલી ટેસ્ટમાં રમવું લગભગ નક્કી છે. શ્રીલંકામાં ફક્ત બે ફાસ્ટ બોલર્સ રમવાના છે. અહીંની પિચ સ્પિનર્સ ફ્રેરેન્ડલી હોય છે. તેથી, બુમરાહ અને સિરાજના શરૂઆતમાં રમવાની અપેક્ષા હતી. હવે, બુમરાહની ગેરહાજરીમાં, ત્રણ ખેલાડીઓ વચ્ચે ટક્કર છે: પ્રસિદ્ધ કૃષ્ણા, આકિબ નબી અને ગુરનુર બરાર. આ ત્રણમાંથી ફક્ત એક જ પ્લેઈંગ ઈલેવનમાં રમી શકે છે. પ્રેક્ટિસ મેચમાં આકિબ નબીને ન રમાડીને, ટીમે સ્પષ્ટ કરી દીધું છે કે તે પહેલી પસંદગી નથી. દરમિયાન, પ્રસિદ્ધ કૃષ્ણાએ પ્રેક્ટિસ મેચમાં નિરાશ કર્યા હતા. તેથી, ગુરનુર બરારને બીજા ફાસ્ટ બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

ગુરનુર બરાર સારું પ્રદર્શન કર્યું

પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે પ્રસિદ્ધ કૃષ્ણાએ 8 ઓવરમાં 32 રન આપ્યા, પરંતુ એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. તેની લાઇન અને લેન્થ પણ નબળી દેખાઈ હતી. ગુરનુર બરારે પ્રેક્ટિસ મેચમાં 12 ઓવર બોલિંગ કરી, 49 રન આપ્યા અને 1 વિકેટ લીધી. તેણે પોતાની બોલિંગથી શ્રીલંકાના બેટ્સમેનોને પણ મુશ્કેલીમાં મુક્યા. અગાઉ, ઈન્ડિયા-A માટે રમતી વખતે, ગુરનુર બરારે શ્રીલંકા A સામેની મેચમાં 10 વિકેટ લીધી હતી. તેથી, કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર તેના તરફ વળે તેવી શક્યતા છે.