મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCIએ અચાનક લીધો મોટો નિર્ણય, બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં નહીં રમે આ 3 ખેલાડી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ઈરાની કપ 2024 માટે મુંબઈ અને રેસ્ટ ઓફ

BCCIએ અચાનક લીધો મોટો નિર્ણય, બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં નહીં રમે આ 3 ખેલાડી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ઈરાની કપ 2024 માટે મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમોની જાહેરાત કરી હતી. આ ટીમ એટલા માટે ચર્ચામાં આવી છે કારણ કે તેમાં સરફરાઝ ખાન, ધ્રુવ જુરેસ અને યશ દયાલ સામેલ છે જેમને બાંગ્લાદેશ સામે પસંદ કરાયેલી ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે અને ઈરાની કપમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. 

ધ્રુવ અને યશને 'રેસ્ટ ઓફ ઈન્ડિયા' ટીમમાં સ્થાન મળ્યું 

સરફરાઝ, ધ્રુવ અને યશની બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. હવે ઈરાની કપમાં સ્થાન મળતા સરફરાઝ, ધ્રુવ અને યશ બીજી ટેસ્ટ પણ ગુમાવશે. સરફરાઝ  મુંબઈની ટીમ તરફથી રમશે તો બીજી તરફ ધ્રુવ જુરેલ અને યશ દયાલને 'રેસ્ટ ઓફ ઈન્ડિયા' ટીમમાં સ્થાન મળ્યું છે.

તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે 280 રનથી જીત મેળવી હતી. આ મેચની પહેલી ઇનિંગમાં અશ્વિનની શાનદાર સદીની મદદથી ભારતે 376 રન કર્યા હતા. સામે બાંગ્લાદેશની ટીમ પહેલી ઇનિંગમાં 149 રન જ કરી શકી હતી. બીજી ઇનિંગમાં ભારત તરફથી શુભમન ગિલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. ભારતે 287 રન પર ઇનિંગને ડિકલેર કરી હતી, અને બાંગ્લાદેશને 515 રનનો વિશાળ લક્ષ્ય આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. અશ્વિને બીજી ઇનિંગમાં ભારત માટે 6 વિકેટ ઝડપી હતી. 

બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને જસપ્રિત બુમરાહ.

આ સમાચાર શેર કરો