મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારત સહિત 7 ટીમો T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થઈ, આ રીતે થશે અન્યનું સિલેકશન

T20 વર્લ્ડ કપ 2024 ખૂબ જ ભવ્ય અંદાજમાં રમાઈ રહ્યો છે. ફેન્સને દરરોજ રોમાંચક મેચો જોવા મળી રહી છે. સુપર-8માં જવા

ભારત સહિત 7 ટીમો T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થઈ, આ રીતે થશે અન્યનું સિલેકશન

T20 વર્લ્ડ કપ 2024 ખૂબ જ ભવ્ય અંદાજમાં રમાઈ રહ્યો છે. ફેન્સને દરરોજ રોમાંચક મેચો જોવા મળી રહી છે. સુપર-8માં જવા માટે ટીમો ભરપૂર પ્રયાસ કરી રહી છે. USA અને આયર્લેન્ડની મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. આ કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ સાથે, USAની ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં સ્થાન મેળવ્યું અને T20 વર્લ્ડ કપ 2026 માટે પણ ક્વોલિફાય કર્યું હતું.

ભારત અને શ્રીલંકા T20 વર્લ્ડ કપ 2026 માટે યજમાન 

T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાશે. યજમાન હોવાના કારણે, ભારત અને શ્રીલંકા પહેલાથી જ T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં સ્થાન મેળવનારી ટીમો સીધી T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થશે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, સાઉથઆફ્રિકા અને શ્રીલંકાની ટીમો T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

T20 વર્લ્ડ કપ 2026 માટે આ રીતે ટીમો નક્કી કરવામાં આવશે

T20 વર્લ્ડ કપ 2026માં કુલ 20 ટીમો ભાગ લેશે. જેમાં બે યજમાનોએ ક્વોલિફાય કર્યું છે. તેમજ T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8ની ટીમો (ભારત સિવાય અન્ય સાત) ક્વોલિફાય થશે. આ સિવાય ત્રણ ટીમો જે 30 જૂન, 2024 સુધી ICC T20I રેન્કિંગમાં ટોચના સ્થાને રહેશે. તે T20 વર્લ્ડ કપ 2026માં પ્રવેશ કરશે. આ રીતે 12 ટીમો 2026ના T20 વર્લ્ડ કપ પહોંચી જશે. બાકીની 8 ટીમો ICCના રીજનલ ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે.

USAની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું

USAની ટીમે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ટીમે કેનેડા સામેની મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. આ સિવાય તેની આયર્લેન્ડ સામેની મેચ રદ કરવામાં આવી હતી. જ્યારે ટીમ ભારત સામે હારી ગઈ હતી. હવે USAની ટીમે સુપર-8 માટે ક્વોલિફાય કરીને ઈતિહાસ રચ્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત છે કે જ્યારે કોઈ ટીમ તેની ડેબ્યૂ સિઝનમાં બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ હોય. આયરલેન્ડની ટીમ આ કારનામું કરનારી પહેલી ટીમ છે.

T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કરનારી ટીમો

ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા

આ સમાચાર શેર કરો