મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઝિમ્બાબ્વે પ્રવાસમાં આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ, ગંભીરના કોચ બનતા જ ટીમ ઇન્ડિયામાં થશે મોટા બદલાવ

ભારતીય ક્રિકેટ ટીમ જુલાઇના પ્રથમ અઠવાડિયામાં ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. ગૌતમ ગંભીરના ભારતીય ટીમના હેડ

ઝિમ્બાબ્વે પ્રવાસમાં આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ, ગંભીરના કોચ બનતા જ ટીમ ઇન્ડિયામાં થશે મોટા બદલાવ

ભારતીય ક્રિકેટ ટીમ જુલાઇના પ્રથમ અઠવાડિયામાં ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. ગૌતમ ગંભીરના ભારતીય ટીમના હેડ કોચ બનવાની સંભાવનાની સાથે પાંચ મેચની ઝિમ્બાબ્વે સિરીઝ માટે યુવા ખેલાડીઓનો ટી-20 ટીમમાં સમાવેશ થઇ શકે છે. રિયાન પરાગ, અભિષેક શર્મા અને યશ દયાલ જેવી પ્રતિભા ટીમમાં જોવા મળી શકે છે.

સીનિયર ખેલાડીઓને આરામ અપાશે

BCCI છેલ્લા દાયકામાં હંમેશા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે બી ટીમના ખેલાડીઓ મોકલતું રહ્યું છે. BCCI હવે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓને આવતા વર્ષે રમાનાર આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને WTCને ધ્યાનમાં રાખતા લાંબા ફોર્મેટ પર ફોકસ કરશે.

સૂત્રો અનુસાર, ગૌતમ ગંભીરે BCCI સામે ફોર્મેટના હિસાબથી અલગ અલગ ટીમ બનાવવાની વાત કરી છે. BCCIના સૂત્રએ કહ્યું કે, ગંભીરના મગજમાં સ્પષ્ટ છે કે તેને દરેક ફોર્મેટ માટે ખાસ ખેલાડીઓની જરૂર પડશે. જ્યારે ટી-20 ક્રિકેટની વાત આવે છે તો તે સતત સારૂ પ્રદર્શન કરનારા IPL ખેલાડીઓને નજરઅંદાજ કરવા માંગતો નથી. ટીમના સીનિયર ખેલાડીઓની વર્ષના બાકી સમય લાંબા ફોર્મેટમાં જરૂર પડશે.

ઝિમ્બાબ્વે પ્રવાસ પછી ભારત શ્રીલંકામાં ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચ રમવાનું છે. આ વાતની સંભાવના છે કે ભારતની એક પુરી મજબૂત વન ડે ટીમ હશે. ભારત પાસે 9-10 ટેસ્ટ મેચ છે, ચાર કે પાંચ ઘરેલુ મેચ બાંગ્લાદેશ અને ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ છે અને તે બાદ ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ મેચ છે. રિષભ પંતના વર્કલોડ પર નિર્ણય લેવામાં આવશે. શ્રેયસ અય્યરના શ્રીલંકા માટે વન ડે ટીમમાં સામેલ થવાની સંભાવના છે. સંજુ સેમસન ઝિમ્બાબ્વેમાં મુખ્ય વિકેટ કીપર હોઇ શકે છે જ્યારે ધ્રુવ જુરેલ પણ આ રેસમાં સામેલ હશે.

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે સંભવિત ભારતીય ટીમ

શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન) , સંજુ સેમસન, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, યશ દયાલ, અભિષેક શર્મા, રાહુલ ચહર, હર્ષિત રાણા, નીતિશ રેડ્ડી, વિજયકુમાર વ્યશંક, રિન્કુ સિંઘ, અવેશ ખાન, ખલીલ અહેમદ

આ સમાચાર શેર કરો