આજે RCB અનબોક્સ ઈવેન્ટમાં પરફોર્મ કરશે આ કલાકારો, જાણો ક્યારે અને ક્યાં થશે લાઈવ સ્ટ્રીમિંગ
IPLની 18મી એડિશન શરૂ થવામાં હવે માત્ર 5 દિવસ બાકી છે. પહેલી મેચ 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ

IPLની 18મી એડિશન શરૂ થવામાં હવે માત્ર 5 દિવસ બાકી છે. પહેલી મેચ 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (KKR vs RCB) વચ્ચે રમાશે. કોલકાતા જતા પહેલા, RCB સોમવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે અનબોક્સિંગ ઈવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટમાં ઘણા કલાકારો પરફોર્મ કરશે, RCB સત્તાવાર રીતે તેની જર્સીનું અનાવરણ કરશે. આ ઈવેન્ટમાં RCB મહિલા ટીમની ઘણી ખેલાડીઓ પણ ભાગ લેશે.
વિરાટ કોહલી શનિવારથી ટીમમાં જોડાયો છે. આ વખતે RCB ટીમની કમાન 31 વર્ષીય રજત પાટીદારના હાથમાં છે, જેને ટીમે કોહલી અને યશ દયાલ સાથે રિટેન કરવામાં આવ્યો છે. આજે, ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે RCBના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવશે. અનેક મ્યુઝિકલ ઈવેન્ટ યોજાશે.
ઈવેન્ટ કેટલા વાગ્યે શરૂ થશે?
RCB અનબોક્સ ઈવેન્ટ 2025 આજે, 17 માર્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ ઈવેન્ટ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો?
RCB અનબોક્સ ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ RCBની વેબસાઈટ અને એપ પર કરવામાં આવશે. આ માટે તમારે 99 રૂપિયા ખર્ચવા પડશે.
ઈવેન્ટમાં કોણ પર્ફોર્મ કરશે?
RCB અનબોક્સ ઈવેન્ટમાં હનુમાનકાઈંડ, ટિમી ટ્રમ્પેટ, સંજીત હેગડે પરફોર્મ કરશે. ટિમી ટ્રમ્પેટ એક ઓસ્ટ્રેલિયન ડીજે અને મ્યુઝિક પ્રોડ્યુસર છે. આમાં સવારી બેન્ડ પણ પરફોર્મ કરશે.
ટિકિટ ક્યાંથી ખરીદવી?
તમે RCB અનબોક્સ ઈવેન્ટ 2025 માટે ટિકિટ RCBની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકો છો. વેબસાઈટની મુલાકાત લીધા પછી, તમારે "બાય ટિકિટ" પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, તમને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી મેચો અને RCB અનબોક્સ ઈવેન્ટની ટિકિટ મળશે. આ ઈવેન્ટની ટિકિટ 800 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની છે.
જોશ હેઝલવુડ RCB કેમ્પમાં જોડાયો
RCB ટીમ એવી ટીમોમાંની એક છે જેણે હજુ સુધી કોઈ IPL ટાઈટલ નથી જીત્યું. રજત પાટીદારની કેપ્ટનશિપ હેઠળ, ટીમને આશા છે કે તે તેનું પહેલું ટાઈટલ જીતી શકશે. સારા સમાચાર એ છે કે ટીમમાં સામેલ જોશ હેઝલવુડ બેંગલુરુ પહોંચી ગયા છે અને ટીમમાં જોડાયો છે. ઈજાને કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહતો રમી શક્યો.








