IPL 2027 પહેલા વધુ એક મોટી ટ્રેડ ડીલ થશે, ગુજરાત ટાઈટન્સમાં સામેલ થઈ શકે છે સનરાઈઝર્સ હૈદરાબાદનો આ ખેલાડી

IPL 2027 પહેલા વધુ એક મોટી ટ્રેડ ડીલ થવાની છે. બે વખતનો પર્પલ કેપ વિજેતા હર્ષલ પટેલ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) છોડીને ગુજરાત ટાઇટન્સ (GT) સાથે જોડાશે. અહેવાલો અનુસાર, આ ટ્રેડ 4 કરોડ રૂપિયામાં થયો છે, જે 2025ના ઓક્શનમાં તેને ખરીદવામાં આવ્યો હતો તેના અડધા ભાવ છે. આ ટ્રેડ પછી હર્ષલ તેની હોમ ટીમ ગુજરાત માટે રમતો જોવા મળશે.
GT દ્વારા હર્ષલ પટેલને 4 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો
એક અહેવાલ મુજબ, હર્ષલ પટેલ માટે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે એક ટ્રેડ થયો છે. GTએ SRH પાસેથી રોકડમાં હર્ષલને ખરીદ્યો છે. તેને ગુજરાત ટાઈટન્સમાં 4 કરોડ રૂપિયામાં ઉમેરવામાં આવ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે 2025ના મેગા ઓક્શન તેને આ કિંમત કરતાં બમણી કિંમતે ખરીદવામાં આવ્યો હતો. આ ટ્રેડ પછી ગુજરાત ટાઈટન્સના ઓક્શન પર્સમાં 4 કરોડ રૂપિયાનો ઘટાડો થશે.
હર્ષલ અત્યાર સુધી IPLમાં ચાર ટીમો માટે રમી ચૂક્યો છે
ગુજરાત ટાઈટન્સ (GT) હર્ષલ પટેલ માટે પાંચમી ટીમ હશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), દિલ્હી કેપિટલ્સ (DC), પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે રમી ચૂક્યો છે. હર્ષલ પટેલની IPL કારકિર્દીની સૌથી પ્રભાવશાળી સિઝન 2021 અને 2024 રહી છે. 2021માં, તેણે RCB માટે 32 વિકેટ લીધી અને 2024માં, તેણે પંજાબ કિંગ્સ (PBKS) માટે 24 વિકેટ લીધી. તેણે આ બંને સિઝનમાં પર્પલ કેપ જીતી હતી.
હર્ષલ પટેલને IPL 2026માં વધુ તક નહતી મળી
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ 2025 મેગા ઓક્શનમાં હર્ષલ પટેલને 8 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. તે સિઝનમાં તેણે 13 મેચમાં 9.80ના ઇકોનોમી રેટથી 16 વિકેટ લીધી. જોકે, IPL 2026માં તેને વધારે તકો નહતી મળી. SRHએ તે સિઝનમાં બે નવા યુવા ખેલાડીઓ પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈનને વધુ તકો આપી. હર્ષલે તે સિઝનમાં ફક્ત પાંચ મેચ રમી હતી, જેમાં તેણે એક પણ વિકેટ નહતી લીધી અને 10.82ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.
GTએ 2024ના ઓક્શનમાં પણ હર્ષલ માટે બોલી લગાવી હતી
હર્ષલ પટેલ 36 વર્ષનો થવાનો છે. આ ટ્રેડ પછી તેને તેની હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ માટે રમવાની તક મળશે. તે અમદાવાદનો છે અને થોડા વર્ષો પહેલા ઘરેલુ ક્રિકેટ રમવા માટે ગુજરાત ગયો હતો. તે હવે GTની ફાસ્ટ બોલિંગ ટીમમાં કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને જેસન હોલ્ડર સાથે જોડાશે. અગાઉ, GTએ 2024ના ઓક્શનમાં તેના માટે 10.5 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી, પરંતુ પછીથી તે પાછી હટી ગઈ અને પંજાબ કિંગ્સે તેને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. 2025ના ઓક્શનમાં GTએ તેના માટે 6.5 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી, પરંતુ ત્યાં પણ તેને સુરક્ષિત કરવામાં નિષ્ફળ ગયું.






