Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : The tournament announced the highest prize money in history

આ ટુર્નામેન્ટમાં જાહેર કરાઈ ઈતિહાસની સૌથી વધારે પ્રાઈઝ મની, ખેલાડીઓ પર થશે 790 કરોડનો વરસાદ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2025
લાઇવ ટીવીGoogle News
આ ટુર્નામેન્ટમાં જાહેર કરાઈ ઈતિહાસની સૌથી વધારે પ્રાઈઝ મની, ખેલાડીઓ પર થશે 790 કરોડનો વરસાદ
સોર્સ : Google

દુનિયામાં અનેક રમતોમાં ખેલાડીઓને કરોડોની પ્રાઈઝ મની અપાય છે. આ પૈકી એક છે યુએસ ઓપન (US Open). આ વર્ષે યુએસ ઓપનની શરૂઆત 24 ઓગસ્ટે ન્યૂયોર્કમાં થશે અને તેનું સમાપન 7 સપ્ટેમ્બર 2025ના થશે. આ વર્ષે આ ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ઈતિહાસની સૌથી વધારે પ્રાઈઝ મનીની જાહેરાત કરાઈ છે, જે 90 મિલિયન ડોલર છે. જ્યારે, ગયા વર્ષે પ્રાઈઝ મની 75 મિલિયન ડોલર હતી. તેમાં 20 ટકાનો વધારો કરી ખેલાડીઓનો ઉત્સાહ વધારાયો છે.

App Store

US ઓપન જીતનારા ખેલાડીઓને મળનારી પ્રાઈઝ મની 

યુએસ ઓપન 2025ની પ્રાઈઝ મની 90 મિલિયન ડોલર એટલે કે 790 કરોડની આસપાસ છે. આ ટુર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સ વિનરને 5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 44 કરોડ રૂપિયા મળશે. જ્યારે, રનર-અપને મળશે 2.4 મિલિયન ડોલર એટલે કે 22 કરોડ રૂપિયા આપવામાં આવશે. સેમીફાઈનલિસ્ટને 14 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. ક્વાર્ટર ફાઈનલિસ્ટને 5.7 કરોડ રૂપિયા આપવામાં આવશે. રાઉન્ડ ઓફ માટે ક્વોલિફાય કરનારા ખેલાડીઓને 97 લાખથી લઈને 3.5 કરોડ રૂપિયાની રકમ મળશે. આ વર્ષે મેન્સ અને વિમેન્સ સિંગલ્સ જીતનારની પ્રાઈઝ મનીમાં કુલ મળીને 39 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 

મિક્સ અને ડબલ્સની પ્રાઈઝ મનીમાં પણ વધારો

યુએસ ઓપન 2025માં સિંગલ્સ સિવાય મિક્સ અને ડબલ્સની સ્પર્ધાનું પણ આયોજન થશે, જેમાં વિજેતા ટીમને 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે 9 કરોડ રૂપિયા અપાશે. ત્યારે ડબલ્સ ચેમ્પિયનને પણ 1 મિલિયન ડોલર પ્રાઈઝ મની મળશે. રનર અપને 4.3 કરોડ રૂપિયા, સેમીફાઈનલિસ્ટને 2.9 કરોડ, ક્વાર્ટર ફાઈનલિસ્ટને 1 કરોડ રૂપિયાની રકમ અપાશે. આ સિવાય ક્વોલિફાય કરનાર ખેલાડીઓને કુલ 8 મિલિયન ડોલર એટલે કે 70 કરોડ રૂપિયાની રકમ અપાશે. યુએસઓપન વ્હીલ ચેર સ્પર્ધાની પ્રાઈઝ મનીમાં 90 મિલિયન ડોલરનો વધારો કરવામાં આવ્યો છે.