ટેસ્ટ, વન ડે અને ટી-20.. ત્રણેય ફોર્મેટ માટે શું અલગ અલગ ટીમ હશે? જાણો હેડ કોચ ગંભીરનો ફ્યૂચર પ્લાન
ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે પ્રથમ વખત મીડિયાનો સામનો કર્યો હતો. ગૌતમ ગંભીર અને ચ

ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે પ્રથમ વખત મીડિયાનો સામનો કર્યો હતો. ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક સવાલોનો જવાબ આપ્યો હતો.
ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના ફ્યૂચર પ્લાન વિશે પણ ખુલાસો કર્યો હતો. જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે શું ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ ભારતની ટીમ ભવિષ્યમાં બનાવવામાં આવશે?
ગૌતમ ગંભીરે જણાવ્યો ભારતનો ફ્યૂચર પ્લાન
ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટેસ્ટ, વન ડે અને ટી-20 ફોર્મેટ માટે અલગ અલગ ટીમને લઇને કહ્યું કે જુવો આગળ ચાલીને આ ક્યારેક ક્યારેક આવું બનશે.અત્યારે હું એમ નથી કહી શકતો કે ત્રણેય ફોર્મેટ માટે ત્રણ ટીમ હશે. જો કોઇ બે ફોર્મેટ અથવા ત્રણ ફોર્મેટમાં રમી શકે છે પરંતુ આગળ જઇને જોઇએ કે શું થાય છે?
વર્ષ 2027 સુધી રહેશે ગંભીરનો કાર્યકાળ
ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધી રહેશે. ભારતીય ટીમ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. તે બાદ વર્ષ 2026માં ટી-20 વર્લ્ડકપ પણ છે. 2025માં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાશે અને વર્ષ 2027માં વન ડે વર્લ્ડકપ રમાવાનો છે. એવામાં આ તમામ મહત્ત્વની ટૂર્નામેન્ટમાં ગૌતમ ગંભીર ભારતના કોચની ભૂમિકા નીભાવશે.
Maharashtra CM Eknath Shinde meets NCP-SCP chief Sharad Pawar








