મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN / BCCIએ કાનપુર ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી, આ ખેલાડીઓને મળી તક

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની પ્રથમ મેચ જી

IND vs BAN / BCCIએ કાનપુર ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી, આ ખેલાડીઓને મળી તક

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની પ્રથમ મેચ જીતીને બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ તરત જ BCCIએ બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન અને એકતરફી જીતને ધ્યાનમાં રાખીને BCCIએ બીજી ટેસ્ટ માટે ટીમમાં એક પણ ફેરફાર કર્યો નથી. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.

ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ

પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર બાંગ્લાદેશ સામેની સિરીઝની બીજી મેચમાં જીતીને ક્લીન સ્વીપ કરવા પર હશે.

બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.

આ સમાચાર શેર કરો