મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

આજે મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતની પહેલી મેચ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

આ વખતે મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન યુએઈમાં કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા ક્રિ

આજે મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતની પહેલી મેચ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

આ વખતે મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન યુએઈમાં કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ભાગ લઈ રહી છે. આજે (4 ઓકટોબર) ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર દેખાઈ રહી છે. ભારતીય મહિલા ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ રમી રહી છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ જીતીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરવા ઈચ્છશે. ભારતીય મહિલા ટીમ ક્યારેય વર્લ્ડ કપનો ખિતાબ નથી જીતીથી. આ વખતે પણ પડકાર આસાન નહીં હોય. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ સાથે જોડાયેલી તમામ માહિતી.

ક્યારે અને ક્યાં રમાશે મેચ?

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ન્યુઝીલેન્ડની મેચ શુક્રવાર, 4 ઓક્ટોબરે સાંજે 7:30  વાગ્યે રમાશે. આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

લાઈવ કેવી રીતે જોઈ શકશો?

તમે સ્ટાર સ્પોર્ટ્સ પર ભારત અને ન્યુઝીલેન્ડની મેચ જોઈ શકો છો. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર જોઈ શકો છો. તમે Disney+Hotstar પર આ મેચ ફ્રીમાં જોઈ શકશો. આ માટે તમારે કોઈ સબ્સ્ક્રિપ્શનની જરૂર નહીં પડે.

ભારતે બંને વોર્મઅપ મેચ જીતી

વર્લ્ડ કપની શરૂઆત પહેલા ભારતીય મહિલા ટીમે બે વોર્મઅપ મેચ રમી હતી. ટીમ ઈન્ડિયાએ બંને મેચમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વોર્મઅપ મેચમાં 2016ની ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝને હરાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી વોર્મઅપ મેચમાં સાઉથ આફ્રિકાને 28 રને હરાવ્યું હતું.

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ

ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.

ન્યુઝીલેન્ડ: સોફી ડીવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, એડન કાર્સન, ઇઝી ગેજ, મેડી ગ્રીન, બ્રુક હોલીડે, ફ્રેન જોનાસ, લેઈ કેસ્પરેક, મેલી કેર, જેસ કેર, રોઝમેરી મેયર, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લિમર, હન્ના રોવે, લી તાહુહુ.

આ સમાચાર શેર કરો