VIDEO: IND vs NZ / ફાઈનલ માટે મેદાનમાં ઉતરતા જ ભારતીય ટીમ રચશે ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને પાછળ છોડશે
ભારત અને ન્યુઝીલેન્ડ રવિવારે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ટકરાશે. આ નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, જ્યારે ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બંને ટીમો હવે 8 માર્ચે ટ્રોફી માટે ટકરાશે. ભારતીય ટીમ આ મેચમાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ઈતિહાસ રચશે.
ટોપ પર પહોંચશે ભારતીય ટીમ
ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેએ ICC ઈવેન્ટ્સ (ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ની 14 ફાઈનલ રમી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ટોપ પર પહોંચશે. ભારતીય ટીમ 15મી વખત ICC ઈવેન્ટ્સની ફાઈનલ રમવા માટે ઉતરશે.
જોકે, ઓસ્ટ્રેલિયા 14 ફાઈનલમાંથી 10 જીતી ચૂક્યું છે. જ્યારે ભારતીય ટીમે 14માંથી 7માં જીત મેળવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઈનલ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી, જેના કારણે ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે વિજેતા બન્યા હતા.
સૌથી વધુ ICC ફાઈનલ રમનારી ટીમ
- ઓસ્ટ્રેલિયા: 14 મેચ, 10 જીત
- ભારત: 14 મેચ, 7 જીત
- ઈંગ્લેન્ડ: 9 મેચ, 3 જીત
- વેસ્ટ ઈન્ડિઝ: 8 મેચ, 5 જીત
- શ્રીલંકા: 7 મેચ, 3 જીત
- ન્યુઝીલેન્ડ: 7 મેચ, 2 જીત
- પાકિસ્તાન: 6 મેચ, 3 જીત
- સાઉથ આફ્રિકા: 3 મેચ, 2 જીત
ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતની જીત
- ODI વર્લ્ડ કપ 1983: ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું.
- ચેમ્પિયન્સ ટ્રોફી 2002: ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા.
- T20 વર્લ્ડ કપ 2007: ભારતે પાકિસ્તાનને હરાવ્યું.
- ODI વર્લ્ડ કપ 2011: ભારતે શ્રીલંકાને હરાવ્યું.
- ચેમ્પિયન્સ ટ્રોફી 2013: ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું.
- T20 વર્લ્ડ કપ 2024: ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું.
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું.
ICC ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતની હાર
- ચેમ્પિયન્સ ટ્રોફી 2000: ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું.
- ODI વર્લ્ડ કપ 2003: ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું.
- T20 વર્લ્ડ કપ 2014: શ્રીલંકાએ ભારતને હરાવ્યું.
- ચેમ્પિયન્સ ટ્રોફી 2017: પાકિસ્તાને ભારતને હરાવ્યું.
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021: ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું.
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023: ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું.
- ODI વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું.

