VIDEO / સેમીફાઈનલ માટે ગયાના પહોંચી ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડની હારનું કારણ બની શકે છે આ ફેક્ટર
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલ માટે ગયાના પહોંચી ગઈ છે. અહીં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલ માટે ગયાના પહોંચી ગઈ છે. અહીં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. ગુરુવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ટીમ ઈન્ડિયાના ગયાના પહોંચ્યા બાદ BCCIએ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. જો સેમીફાઈનલની વાત કરીએ તો ઈંગ્લેન્ડ માટે અહીં જીત મેળવવી ઘણી મુશ્કેલ હશે. કારણ કે ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે.
વાસ્તવમાં ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી મેચ સેન્ટ લુસિયામાં રમી હતી. અહીં તેણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ સેમીફાઈનલ માટે ગયાના પહોંચી ગઈ છે. BCCIએ X પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની સફર બતાવવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા પાસે ઘાતક બોલિંગ એટેક છે
ઈંગ્લેન્ડ માટે સેમીફાઈનલ મેચ ખૂબ જ પડકારજનક રહેશે. ત્રણ પરિબળો છે જે તેની હારનું કારણ બની શકે છે. આમાં પહેલું પરિબળ છે ભારતનો ઘાતક બોલિંગ એટેક. ટીમ ઈન્ડિયામાં જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ સહિત ઘણા શાનદાર બોલર છે. આ વખતે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અર્શદીપ હાલમાં બીજા સ્થાને છે. તેણે 15 વિકેટ લીધી છે. જ્યારે બુમરાહે 11 વિકેટ લીધી છે.
ટીમ ઈન્ડિયાની સ્ટ્રોંગ બેટિંગ લાઈનઅપ
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. રોહિતની સાથે સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત પણ ટીમ ઈન્ડિયાને મજબૂત બનાવે છે. વિરાટ કોહલી આ વખતે ટૂર્નામેન્ટમાં કંઈ ખાસ કરી શક્યો નથી. જો કે, ઈંગ્લેન્ડ સામે તેનું બેટ ચાલ્યું તો તો તે તેમના માટે સમસ્યારૂપ બની શકે છે ભારતની બેટિંગ લાઈનઅપ ઈંગ્લેન્ડને પછાડી શકે છે.






