VIDEO: વર્લ્ડ ચેમ્પિયન ટીમને મળ્યા વડાપ્રધાન મોદી, સાંજે મુંબઇમાં યોજાશે રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટી-20 વર્લ્ડકપ 2024ની ચેમ્પિયન ટીમ સાથે મુલાકાત કરી હતી. PM મોદીને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઇ જવા માટે રવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટી-20 વર્લ્ડકપ 2024ની ચેમ્પિયન ટીમ સાથે મુલાકાત કરી હતી. PM મોદીને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઇ જવા માટે રવાના થઇ હતી. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન ખેલાડીઓ PM મોદીને વડાપ્રધાન આવાસ, 7 લોક કલ્યાણ માર્ગમાં મળ્યા હતા.
PM મોદીએ ફોન પર કરી હતી વાત
મહત્ત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાને ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં હરાવીને ચેમ્પિયન બન્યું ત્યારે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ શુભેચ્છા પણ પાઠવી હતી.






