મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs ZIM: ટીમ ઈન્ડિયાનો પ્રથમ ટી-20માં પરાજય, IPLના સ્ટાર ખેલાડીઓ પાણીમાં બેસી ગયા

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T-20 શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈના રોજ હરારેમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જ

IND vs ZIM: ટીમ ઈન્ડિયાનો પ્રથમ ટી-20માં પરાજય, IPLના સ્ટાર ખેલાડીઓ પાણીમાં બેસી ગયા

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T-20 શ્રેણીની પ્રથમ મેચ 6 જુલાઈના રોજ હરારેમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને યજમાન ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં ઝિમ્બાબ્વેની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 115 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ઝિમ્બાબ્વેનો રોમાચંક મેચમાં વિજય થયો હતો.  હવે પાંચ મેચોની ટી-20 સિરીઝની બીજી મેચ 7 જુલાઈએ રમાશે.

પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો

ઝિમ્બાબ્વે આપેલા 116 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અભિષેક શર્મા પહેલી ઓવરમાં જ 0 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જે બાદ એક પછી એક ખેલાડીઓ આઉટ થતા 50 રનની અંદર 6 બેટરો આઉટ થતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. એકમાત્ર કેપ્ટન ગિલે સૌથી વધુ 31 રન બનાવ્યા હતા.

ડેબ્યૂ ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન

રિયાન પરાગ, અભિષેક શર્મા અને ધ્રુવ જુરેલે T20I ડેબ્યૂ કર્યું  હતું. જોકે, ત્રણેય ખેલાડીઓનું પ્રદર્શન ડેબ્યુ મેચમાં ખરાબ રહ્યું હતું. અભિષેક શર્મા (0) રન,  રિયાન પરાગ (2) રન અને ધ્રુવ જુરેલ (7) રન બનાવીને આઉટ થયો હતો. 

અભિષેક શર્માના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો

ડેબ્યુ મેચમાં જ અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ સાથે અભિષેક શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.  ડેબ્યૂ મેચમાં 0 રને આઉટ થનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે. અગાઉ  ધોની, કે.એલ રાહુલ અને પૃથ્વી શૉ  T-20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પર શૂન્ય પર આઉટ થયો હતો.

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

ભારત : શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મુકેશ કુમાર અને ખલીલ અહેમદ.

ઝિમ્બાબ્વે: સિકંદર રઝા (કેપ્ટન), વેસ્લી માધવેરે, ઈનોસન્ટ કાઈઆ, બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન મસાકાડઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા.

પાંચ મેચનો ટી-20 કાર્યક્રમ

6 જુલાઈ- પ્રથમ ટી20, હરારે
7 જુલાઈ- બીજી ટી20, હરારે
10 જુલાઈ- તીસરા ટી20, હરારે
13 જુલાઈ- ચોથા ટી20, હરારે
14 જુલાઈ- પાંચવાં ટી20, હરારે

આ સમાચાર શેર કરો