મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND VS SL: શ્રીલંકા સામેની મેચમાં ભારતનો પરાજય, સ્પિનની જાળમાં ફસાઈ ટીમ ઈન્ડિયા

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી.

IND VS SL: શ્રીલંકા સામેની મેચમાં ભારતનો પરાજય, સ્પિનની જાળમાં ફસાઈ ટીમ ઈન્ડિયા

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 208 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ શ્રીલંકાનો 32 રનથી શાનદાર વિજય થયો છે. શ્રીલંકાએ શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ વન-ડે મેચ ટાઈ રહી હતી. હવે શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચ 7મી ઓગસ્ટે રમાશે.

પ્રથમ વિકેટ 97 રને પડી હતી

શ્રીલંકાએ આપેલા 241 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. જોકે, રોહિત શર્મા આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો. 123 રનમાં અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. 

જેફરી વેન્ડરસે સૌથી વધુ 6 વિકેટ ઝડપી

શ્રીલંકા ટીમના બોલર જેફરી વેન્ડરસેની બોલિંગની જાળમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફસાઈ ગયા હતા. વિરાટ કોહલી(14), શિવમ દુબે(0), શ્રેયસ અય્યર(7), કેએલ રાહુલ(0) રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. જેફરી વેન્ડરસે સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. 

રોહિત શર્માએ સતત બીજી અડધી સેન્ચુરી ફટકારી

રોહિત શર્માએ સતત બીજી મેચમાં અડધી સેન્ચુરી ફટકારી હતી. રોહિતે 44 બોલમાં 4 સિક્સ અને 5 ફોરની મદદથી 64 રન બનાવ્યા હતા. 

બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

શ્રીલંકા: પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, જેનિથ લિયાનાગે, ડ્યુનિથ વેલલાગે, અકિલા ધનંજયા, અસિથા ફર્નાન્ડો અને જેફરી વેન્ડરસે.

આ સમાચાર શેર કરો