મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી, હેલિકોપ્ટરની મદદથી કરાઈ લોન્ચ 

1 જૂનથી ટી-20 વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે. બીજી તરફ ટીમોનું પણ એલાન થઈ રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વ

VIDEO: ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી, હેલિકોપ્ટરની મદદથી કરાઈ લોન્ચ 

1 જૂનથી ટી-20 વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે.  બીજી તરફ ટીમોનું પણ એલાન થઈ રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. ટીમ ઈન્ડિયાની નવી ટી-20 જર્સી હેલિકોપ્ટરથી લોન્ચ કરવામાં આવી હતી.

ટી-20  વર્લ્ડકપ 2024 માટે જર્સીના આગળના ભાગને વાદળી રાખવામાં આવ્યો છે.  હાથ પર ટી-શર્ટનો કલર નારંગી રંગ રાખવામાં આવ્યો છે અને ખભા પર 3 સફેદ પટ્ટાઓ મૂકવામાં આવ્યા છે. 'ડ્રીમ 11' ભારતીય ક્રિકેટ ટીમનું ટાઈટલ સ્પોન્સર છે,જેના પગલે જર્સીના આગળના ભાગમાં  'ડ્રીમ 11' લખવામાં આવ્યું છે અને તેની નીચે INDIA લખવામાં આવ્યું છે. ભારતીય ટીમની જર્સી એડિડાસ દ્વારા બનાવવામાં આવી છે. જર્સી લોન્ચ દરમિયાન વીડિયોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા જોવા મળી રહ્યા છે.

ટીમની કમાન રોહિત શર્માના હાથમાં

આ પહેલા BCCIએ 30 એપ્રિલે T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી હતી, જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યારે રિંકુ સિંહને બાકાત રાખવામાં આવ્યો હતો. 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજૂ સેમસન((વિકેટકીપર), શિવમ દૂબે, હાર્દિક પંડ્યા(વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ.

આ સમાચાર શેર કરો