મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાને મળ્યો નવો કપ્તાન! વાઈસ-કેપ્ટનની રેસમાં છે આ ખેલાડીઓ

તાજેતરની ટેસ્ટ સિઝનમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ક્લ

ટીમ ઈન્ડિયાને મળ્યો નવો કપ્તાન! વાઈસ-કેપ્ટનની રેસમાં છે આ ખેલાડીઓ

તાજેતરની ટેસ્ટ સિઝનમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ક્લીન સ્વીપ મળી હતી અને પછી ટીમ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ હારી ગઈ હતી. હવે ટેસ્ટમાં ભારતનો આગામી પડકાર ઈંગ્લેન્ડ પ્રવાસ છે, જે 20 જૂનથી શરૂ થશે. આ પ્રવાસને જોતા ટીમ ઈન્ડિયામાં કેટલાક મોટા ફેરફારો થઈ શકે છે, જેમાંથી એક લીડરશિપ ગ્રુપ છે. 

આ પણ વાંચો: IPL 2025: પંજાબ કિંગ્સના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન

ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે બુમરાહ 

એવું માનવામાં આવે છે કે હવે રોહિત શર્મા જે અત્યાર સુધી કેપ્ટન પદ પર હતો તેને ટેસ્ટ ટીમમાં તક નહીં મળે. તેની જગ્યા હવે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લઈ શકે છે. બુમરાહે સિડની ટેસ્ટમાં રોહિત ટીમમ્માંથી બહાર થયો ત્યારે કેપ્ટન્સી કરી હતી. જોકે, બુમરાહનો વાઈસ કેપ્ટન કોણ હશે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જેમાં રિષભ પંતની સાથે યશસ્વી જયસ્વાલનું નામ પણ સામે આવી રહ્યું છે. જસપ્રીત બુમરાહે છેલ્લા કેટલાક સમયથી કેપ્ટનશિપના મોરચે પોતાની ખાસ છાપ છોડી છે. તેને ઘણી તકો નથી મળી પરંતુ જ્યારે પણ તેણે નેતૃત્વ કર્યું ત્યારે તેણે બતાવ્યું કે તેની પાસે ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. 

આનું સૌથી મોટું ઉદાહરણ પર્થમાં જોવા મળ્યું, જ્યાં ભારતે તાજેતરની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. જોકે, આ ફાસ્ટ બોલરને લાંબા સમય સુધી કેપ્ટન બનાવવાના નિર્ણયમાં ફિટનેસ આડે આવી રહી છે. બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં ગંભીર ઈજા થઈ હતી, જેથી તે બીજી ઈનિંગમાં એક પણ ઓવર નહતો નાખી શક્યો અને હવે તેની પીઠમાં સોજો આવવાને કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે.

આ ખેલાડીઓ છે વાઈસ કેપ્ટન બનવા માટે છે મજબૂત દાવેદાર 

જોકે, જો બુમરાહ ફિટ રહે છે અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમની બાગડોર સંભાળે છે, તો તેને તેના વાઈસ કેપ્ટનની પણ જરૂર પડશે. રોહિતના વાઈસ કેપ્ટન તરીકે બુમરાહને જવાબદારી મળી હતી. આવી સ્થિતિમાં બુમરાહનો સાથ આપવાની રેસમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું નામ સામે આવી રહ્યું છે, તેની સાથે યશસ્વી જયસ્વાલ પણ આ રેસમાં જોડાઈ ગયો છે.

જસપ્રીત બુમરાહની ઈજાના ડરને કારણે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો તેને લાંબા ગાળાની કેપ્ટનશિપનો વિકલ્પ નથી માનતા. આવી સ્થિતિમાં, વાઈસ-કેપ્ટન તરીકે મજબૂત ઉમેદવારને તક આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, રિષભ પંત અથવા યશસ્વી જયસ્વાલને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે, મીડિયા રિપોર્ટના આધારે પંતનો દાવો વધુ મજબૂત છે.

આ સમાચાર શેર કરો