ન્યૂઝીલેન્ડ સામે 'ડબલ ડિજિટ'માં ઓલઆઉટ બાદ પણ ટીમ ઈન્ડિયાએ કર્યો જબરદસ્ત બાઉન્સ બેક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગ્લોરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા પ્ર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગ્લોરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 46 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં કિવી ટીમે 402 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચ જીતવા ભારતે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરવી પડશે. ત્યારે હવે ક્રિકેટના ઈતિહાસ પર એક નજર કરીએ તો ભારત ત્રણ વખત ન્યૂઝીલેન્ડ સામે 82, 89, 88 રનમાં ઓલઆઉટ થયા બાદ જે કમબેક કર્યું તે આજે પણ એક ઉદાહરણ છે. રોહિતની ટીમે બેંગ્લોરમાં પણ તેને અનુસરવું પડશે.
1999: મોહાલી ટેસ્ટમાં ભારતે 82 રનમાં ખખડી હતી
1999માં 10થી 14 ઓક્ટોબર દરમિયાન મોહાલીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 83 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ન્યૂઝીલેન્ડ પણ પ્રથમ દાવમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારપછી ભારતીય ટીમે રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરની સદીની મદદથી બીજી ઇનિંગમાં 505/3નો સ્કોર કરીને દાવ ડિકલેર કર્યો હતો. આ પછી, ન્યુઝીલેન્ડની ટીમે આ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 251/7 રન બનાવ્યા હતા. આ રીતે આ મેચ ડ્રો રહી હતી.
1969: હૈદરાબાદ ટેસ્ટમાં ભારત 89 રનમાં ઓલઆઉટ
1969 15થી 20 ઓક્ટોબર દરમિયાન હૈદરાબાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડ પહેલા બેટિંગ કરતા 181 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જ્યારે ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 89 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ન્યૂઝીલેન્ડે તેનો બીજો દાવ 175/8 પર ડિકલેર કર્યો હતો. ભારતીય ટીમને જીતવા માટે 268 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ પછી, ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 76/7 રન બનાવી શકી, આ રીતે આ ટેસ્ટ મેચ ડ્રો રહી.
1965: ન્યૂઝીલેન્ડ સામે ભારત 88 રનમાં સમેટાઈ હતી
1965માં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. કિવી ટીમે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 297 રન બનાવ્યા હતા. આ પછી ભારતીય ટીમ તેના દાવમાં 88 રનમાં સમેટાઈ ગઈ હતી. જોન રીડની કેપ્ટનશીપવાળી ટીમે ભારતને ફોલોઓન આપ્યું હતું. આ પછી ભારતીય ટીમે 463/5 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો, એક સમયે એવું લાગી રહ્યું હતું કે ભારત ટેસ્ટ મેચ પણ જીતી જશે. પરંતુ ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 80/8 રન બનાવ્યા અને મેચ ડ્રો થઈ હતી.








