મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અફઘાનિસ્તાન T20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં, બાંગ્લાદેશને સુપર-8માં હરાવતા ઓસ્ટ્રેલિયા બહાર ફેકાયું

ટી-20 વર્લ્ડકપ 2024માં સેમિ ફાઇનલની ચારેય ટીમ નક્કી થઇ ગઇ છે. ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તા

અફઘાનિસ્તાન T20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં, બાંગ્લાદેશને સુપર-8માં હરાવતા ઓસ્ટ્રેલિયા બહાર ફેકાયું

ટી-20 વર્લ્ડકપ 2024માં સેમિ ફાઇનલની ચારેય ટીમ નક્કી થઇ ગઇ છે. ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. અફઘાનિસ્તાને રોમાંચક મેચમાં બાંગ્લાદેશને હરાવતા ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું હતું. આ સાથે જ અફઘાનિસ્તાન હવે પ્રથમ સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે જ્યારે ભારત ઇંગ્લેન્ડ સામે મેચ રમશે.

અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 115 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને જીતવા માટે 116 રનનો પડકાર આપ્યો હતો. અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાન અને નવીન ઉલ હક 4-4 વિકેટની મદદથી બાંગ્લાદેશને વરસાદ પ્રભાવિત મેચમાં 8 રને હરાવ્યું હતું.

અફઘાનિસ્તાને બનાવ્યા હતા 115 રન

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને પાંચ વિકેટે 115 રન બનાવ્યા હતા. અફઘાન ટીમની શરૂઆત ધીમી રહી હતી. ઇબ્રાહિમ જાદરાન અને રહમાનુલ્લાહ ગુરબાજે 10.4 ઓવરમાં 54 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન ગુરબાજ અને જાદરાન પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શક્યા નહતા.  અફઘાનિસ્તાન તરફથી ગુરબાજે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા.

ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલના મુકાબલા

પ્રથમ સેમિ ફાઇનલ: અફઘાનિસ્તાન Vs દક્ષિણ આફ્રિકા
બીજી સેમિ ફાઇનલ: ભારત Vs ઇંગ્લેન્ડ

ભારત સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે

ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપ 2024ની સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની હતી. સેમિ ફાઇનલમાં ભારતની ટક્કર ઇંગ્લેન્ડ સામે થશે. ભારત અને ઇંગ્લેન્ડની ટીમ 27 જૂને રમાનાર ટૂર્નામેન્ટની બીજી સેમિ ફાઇનલમાં આમને-સામને થશે. સેમિ ફાઇનલમાં પહોંચ્યા પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા સામે બદલો લીધો હતો અને હવે ઇંગ્લેન્ડ સામે જૂનો હિસાબ ચુકવવાનો વારો છે.

મહત્ત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયાએ 2023 વન ડે વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. હવે ટીમ ઇન્ડિયાએ ટી-20 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયાને સુપર-8માં હરાવીને હારનો બદલો લીધો હતો. 

ઇંગ્લેન્ડ સામે 10 વિકેટની હારનો લેવાનો છે બદલો

આ પહેલા 2022માં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડની ટીમ સેમિ ફાઇનલમાં ભારત માટે કાળ બની હતી. આ વર્લ્ડકપમાં પણ ભારત સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. 2022માં રમાયેલા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટી-20 વર્લ્ડકપમાં ભારતને સેમિ ફાઇનલમાં 10 વિકેટે હરાવ્યું હતું. આ વખતે ટીમ ઇન્ડિયા ગત વખતની હારનો બદલો લેવા માંગશે.

આ સમાચાર શેર કરો