મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND Vs SL: પ્રથમ ટી-20માં શ્રીલંકાએ જીત્યો ટોસ, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ શનિવારે પલ્લેકેલેમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટોસ જ

IND Vs SL: પ્રથમ ટી-20માં શ્રીલંકાએ જીત્યો ટોસ, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ શનિવારે પલ્લેકેલેમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પરિણામે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરશે. તમને જણાવી દઈએ કે, સૂર્યાની કેપ્ટનશિપ અને ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાનો પ્રથમ પ્રવાસ છે.

સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ના મળ્યું

શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી. આ સિવાય શિવમ દુબે, ખલીલ અહેમદ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. 

બંને ટીમની પ્લેઇંગ- ઈલવેન

ઈન્ડિયા: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ(વિકેટકીપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચરિથ અસલંકા(કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, દાસુન શનાકા, મહેશ થિક્ષાના, મથિશા પાથિરાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા.

આ સમાચાર શેર કરો