શ્રીલંકાએ ભારતને 231 રનનો આપ્યો ટાર્ગેટ, રોહિત શર્માએ સિક્સરથી ખાતું ખોલ્યું
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે (2 ઓગસ્ટ) કોલંબો ખાતે રમાઈ રહી છે. પ્રેમદા

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે (2 ઓગસ્ટ) કોલંબો ખાતે રમાઈ રહી છે. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 230 રન બનાવ્યા છે અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્મા બેટિંગની શરૂઆત કરીને સિક્સરથી ખાતું ખોલ્યું છે.
શ્રીલંકાએ પ્રથમ વનડેમાં ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી છે. શ્રીલંકા માટે પથુમ નિસાન્કા અને દુનિથ વેલાલેગે શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા હતા. આ દરમિયાન વેલાલાઘેએ 65 બોલમાં અણનમ 67 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પથુમે 56 રનની ઇનિંગ રમી હતી. વાનિન્દુ હસરંગાએ 24 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
ભારત તરફથી બોલિંગ કરતા અર્શદીપ સિંહે 8 ઓવરમાં 47 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 10 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ, શિવમ દુબે, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે 1-1 વિકેટ લીધી હતી.
જણાવી દઈએ કે, ભારતીય ટીમ વર્ષ 2024માં તેની પ્રથમ વનડે શ્રેણી રમી રહી છે. ડિસેમ્બર 2023 પછી પ્રથમ વખત ભારત 50 ઓવરની મેચ રમી રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી 2023 વન ડે વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા દ્વારા કારમી હાર બાદ પ્રથમ વખત 50 ઓવરની મેચ રમી રહ્યા છે.








