શું ધોનીએ ચેન્નાઇમાં રમી પોતાની અંતિમ મેચ? 'ગાર્ડ ઓફ ઓનર' બાદ સંન્યાસની અટકળો
IPL 2024ની સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ ચેન્નાઇના ઘરેલુ સ્ટેડિયમ ચેપ

IPL 2024ની સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ ચેન્નાઇના ઘરેલુ સ્ટેડિયમ ચેપોકમાં રમાઇ હતી. આ સિઝનમાં ચેન્નાઇએ પોતાના ઘરમાં અંતિમ લીગ મેચ રમી હતી. હવે ચેન્નાઇની ટીમ IPL સિઝનમાં પોતાની અંતિમ મેચ 18 મેએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે રમશે. આ મેચ બેંગલુરૂના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
ધોનીના સંન્યાસની અટકળો
ચેપોકમાં રમાયેલી મેચમાં 42 વર્ષા ધોનીના સંન્યાસની અટકળો શરૂ થઇ હતી. ટોસ પહેલા CSK ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર એક ખાસ અપીલ કરી હતી તે બાદ સૌથી પહેલા ધોનીના સંન્યાસની અટકળો શરૂ થઇ હતી.
ફ્રેન્ચાઇઝીએ પોસ્ટ કરતા લખ્યુ, મેચ પૂર્ણ થયા બાદ દર્શક સ્ટેડિયમમાં જ રહે કારણ કે મેચ બાદ કઇક ખાસ થવાનું છે. ફેન્સને સરપ્રાઇઝ મળી શકે છે. આ પોસ્ટ બાદ ફેન્સને અંદાજો આવી ગયો કે મેચ બાદ ધોનીને લઇને કઇક થવાનું છે.
ધોનીએ મેદાન પર લેપ ઓફ ઓનર પણ કર્યું
રાજસ્થાન રોયલ્સને હરાવ્યા બાદ બીજો નજારો જોવા મળ્યો હતો. ધોની અને ચેન્નાઇની ટીમના તમામ ખેલાડી અને સ્ટાફે લેપ ઓફ ઓનર કર્યુ એટલે કે સ્ટેડિયમના ચક્કર લગાવ્યા હતા. સાથે જ ધોનીએ પૂર્વ ખેલાડી સુરેશ રૈના સાથે મળીને ટીમનો સપોર્ટ કરવા માટે ફેન્સનો આભાર માન્યો હતો.
આ દરમિયાન ધોનીએ ફેન્સને રિટર્ન ગિફ્ટ તરીકે યેલો કલરની બોલ આપી હતી. ધોની સહિત તમામ ખેલાડીઓને ગોલ્ડ મેડલ પણ પહેરાવવામાં આવ્યા હતા.
મેચ બાદ ધોનીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
તમામ ખેલાડીએ ધોનીને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ. આ તમામ વાતોથી ફેન્સના મનમાં ધોનીના સંન્યાસની અટકળો થઇ રહી છે. જોકે, અત્યાર સુધી ચેન્નાઇ સુપર કિંગ્સની ફ્રેન્ચાઇઝી, ધોની કે આઇપીએલ તરફથી આવું કોઇ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.
ધોની આ વખતે 7 જુલાઇએ 43 વર્ષનો થઇ જશે. એવામાં તેની આ IPLની અંતિમ સિઝન માનવામાં આવી રહી છે. માહીએ આ સિઝન પહેલા જ ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી અને ગાયકવાડને ચેન્નાઇ સુપર કિગ્સની જવાબદારી સોપી દીધી હતી. ધોની આવતી સિઝનમાં મેન્ટોર કે કોચ જેવી ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે, હજુ સુધી કઇ સ્પષ્ટ નથી.
ચેન્નાઇ પ્લે ઓફની રેસમાં
ચેન્નાઇ સુપર કિંગ્સ 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ચેન્નાઇ સુપર કિંગ્સે બાકી રહેલી મેચ કોઇ પણ ભોગે જીતવી પડશે. ચેન્નાઇ પોતાની અંતિમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે રમશે.








