IND vs SA / સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ભારત; આવી છે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI સિરીઝ રવિવારથી શરૂ થઈ છે. પહેલી મેચ 30 નવેમ્બરે રાંચીના JSCA સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ સિરીઝ માટે કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્યારે ટેમ્બા બાવુમા સાઉથ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરી રહ્યો. જોકે પહેલી ODIમાં તેને આરામ આપવામાં આવ્યો છે, તેથી આ મેચમાં સાઉથ આફ્રિકાની કેપ્ટનશિપ એડન માર્કરમ કરી રહ્યો છે, જેણે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં 0-2થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, ટીમ ઈન્ડિયા આ ODI સિરીઝમાં સારું પ્રદર્શન કરીને તે હારનો બદલો લેવા માંગશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા લગભગ 10 મહિના બાદ ઘરઆંગણે બ્લુ જર્સીમાં રમતા જોવા મળશે. આ મેચમાં રિષભ પંતને સ્થાન નથી મળ્યું. જ્યારે ઋતુરાજ ગાયકવાડ 2 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), રાયન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), મેથ્યુ બ્રીટ્ઝકે, ટોની ડી જોર્ઝી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો યાનસન, કોર્બિન બોશ, પ્રેનેલન સુબ્રાયન, નાન્દ્રે બર્ગર, ઓથનીલ બાર્ટમેન.

