Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa biggest defeat in ODI in 3rd match against Australia

SA vs AUS / સાઉથ આફ્રિકાને ODIમાં મળી સૌથી મોટી હાર, ઓસ્ટ્રેલિયાએ તોડ્યો ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2025
લાઇવ ટીવીGoogle News
SA vs AUS / સાઉથ આફ્રિકાને ODIમાં મળી સૌથી મોટી હાર, ઓસ્ટ્રેલિયાએ તોડ્યો ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
સોર્સ : ESPNcricinfo

સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસનો અંત શરમજનક હાર સાથે કર્યો છે. 3 મેચની ODI સિરીઝની પહેલી બે મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવનાર સાઉથ આફ્રિકા ત્રીજી અને અંતિમ મેચમાં જીતનો સિલસિલો જાળવી ન શક્યું. છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોરદાર વાપસી કરી અને સાઉથ આફ્રિકાને ખૂબ જ ખરાબ રીતે હરાવ્યું. આ રીતે, સાઉથ આફ્રિકાના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

App Store

પહેલા બેટિંગ કરતા, ઓસ્ટ્રેલિયાએ 3 બેટ્સમેનોની સદીઓની મદદથી 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 431 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ, કેપ્ટન મિશેલ માર્શ અને કેમેરોન ગ્રીને શાનદાર સદી ફટકારી. ઓસ્ટ્રેલિયાના પહાડ જેવા સ્કોરના જવાબમાં, સાઉથ આફ્રિકાના બેટ્સમેન ફ્લોપ ગયા અને આખી ટીમ માત્ર 24.5 ઓવરમાં 155 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે, સાઉથ આફ્રિકાને ODI ક્રિકેટના ઈતિહાસમાં તેની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આફ્રિકન ટીમને 276 રનથી હરાવી અને આ રીતે યજમાન ટીમ સિરીઝમાં ક્લીન સ્વીપ ટાળી.

સાઉથ આફ્રિકાના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો

આ પહેલા, સાઉથ આફ્રિકાને 2023માં ભારત સામે ODIમાં તેની સૌથી મોટો હાર મળી હતી. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 243 રનથી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાનો આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે નોંધાઈ ગયો છે. રનની દૃષ્ટિએ, આ ઓસ્ટ્રેલિયાની ODIમાં બીજી સૌથી મોટી જીત છે.

સાઉથઆફ્રિકા માટે ડેવાલ્ડ બ્રેવિસે સૌથી વધુ 49 રનની ઈનિંગ રમી. ઓસ્ટ્રેલિયા માટે બોલિંગમાં કૂપર કોનોલીએ તબાહી મચાવી. કોનોલીએ એકલા સાઉથ આફ્રિકાની અડધી ટીમને પવેલિયનનો રસ્તો બતાવ્યો. તેણે 6 ઓવરમાં 22 રન આપીને 5 વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયા સિરીઝ હારી ગયું

નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા ત્રીજી મેચ જીતવામાં સફળ રહ્યું હોવા છતાં, સાઉથ આફ્રિકાએ પ્રથમ બે મેચ જીતી અને સિરીઝ 2-1થી જીતી લીધી. હવે સાઉથ આફ્રિકાની ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં T20I અને ODI બંને સિરીઝ રમાશે. આ માટે સાઉથ આફ્રિકાએ પોતાની ટીમની પણ જાહેરાત કરી દીધી છે.