Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Big announcement of ODI World Cup 2027

3 દેશમાં 54 મેચ, વન ડે વર્લ્ડકપ 2027ની મોટી જાહેરાત; જાણો ક્યાં રમાશે મેચ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2025
લાઇવ ટીવીGoogle News
3 દેશમાં 54 મેચ, વન ડે વર્લ્ડકપ 2027ની મોટી જાહેરાત; જાણો ક્યાં રમાશે મેચ
સોર્સ : google

સાઉથ આફ્રિકાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ને લઈને મોટી જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં 44 મેચો રમાશે. સાથે સાથે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં પણ 10 મેચો રમાશે. વર્લ્ડકપના સફળ આયોજન માટે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ CSAએ અત્યારથી જ કમર કસી લીધી છે. 

App Store

સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ દ્વારા 2027 ODI વર્લ્ડકપ માટેના સ્થળોની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટનું આયોજન દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વે દ્વારા કરવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકામાં ODI વર્લ્ડ કપ 2027 ની મેચો 8 શહેરો જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, કેપ ટાઉન, ડર્બન, ગકેબેરહા, બ્લોમફોન્ટેન, પૂર્વ લંડન અને પાર્લમાં રમાશે. કુલ 44 મેચ દક્ષિણ આફ્રિકામાં રમાશે. જ્યારે બાકીની 10 મેચ નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં રમાશે. આ જાહેરાત સ્થાનિક આયોજન સમિતિ બોર્ડ (LOCA) ની રચના સાથે કરવામાં આવી છે, જેનું નેતૃત્વ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ટ્રેવર મેન્યુઅલ સ્વતંત્ર અધ્યક્ષ તરીકે કરશે.

CSA બોર્ડના અધ્યક્ષ પર્લ માપોશેએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 'CSA એક વૈશ્વિક ઇવેન્ટનું આયોજન કરવાનો હેતુ ધરાવે છે. જે દક્ષિણ આફ્રિકાના વૈવિધ્યસભર, સમાવિષ્ટ અને સંયુક્ત સ્વભાવને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે. આ ટુર્નામેન્ટ તેની શૈલી, વાતાવરણ અને અનુભવોમાં ખૂબ જ અલગ હશે. તે ખેલાડીઓ, ચાહકો અને પાર્ટનરોને સૌથી અનોખો અનુભવ આપશે.'

દક્ષિણ આફ્રિકામાં બીજી વખત વન ડે વર્લ્ડ કપ
2003 પછી આ બીજી વખત હશે જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે કોઈ ટુર્નામેન્ટનું સંયુક્ત રીતે આયોજન કરવા જઈ રહ્યા છે. જ્યારે નામિબિયા પહેલી વાર વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આ વન ડે વર્લ્ડ કપની 14મી સિઝન છે.  

સાઉથ આફ્રિકાના કયા શહેરોમાં રમાશે વર્લ્ડકપની મેચો?

જોહાનિસબર્ગ
પ્રિટોરિયા
કેપટાઉન
ડરબન
ગકેબરહા
બ્લોમફૉન્ટેન 
ઈસ્ટ લંડન 
પાર્લ

24 વર્ષ બાદ આફ્રિકામાં વર્લ્ડકપ 

સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રિહાન રિચર્ડસે આ મામલે કહ્યું છે કે, બે દાયકાથી પણ વધુ સમય બાદ આફ્રિકામાં વર્લ્ડકપ રમાશે. આફ્રિકાની ધરા પર છેલ્લે 24 વર્ષ અગાઉ વર્લ્ડકપની મેચો રમાઈ હતી. એવામાં હવે વર્લ્ડકપના નવા ફેન્સને આકર્ષિત કરવા તથા દુનિયાને જોડવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો છે.