મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

હરમનપ્રીત કૌરથી આગળ નીકળી સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સે પણ હાંસલ કરી મોટી સિદ્ધિ

મહિલા એશિયા કપ 2024માં ભારતે પાકિસ્તાન સામે એકતરફી જીત નોંધાવી હતી. બોલર અને ઓપનર (સ્મૃતિ મંધાના અ

હરમનપ્રીત કૌરથી આગળ નીકળી સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સે પણ હાંસલ કરી મોટી સિદ્ધિ

મહિલા એશિયા કપ 2024માં ભારતે પાકિસ્તાન સામે એકતરફી જીત નોંધાવી હતી. બોલર અને ઓપનર (સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા) એ ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સ્મૃતિ મંધાનાએ તેની 45 રનની ઈનિંગ દરમિયાન T20Iમાં એક માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. આ સાથે જ જેમિમાહ રોડ્રિગ્સના નામે એક મોટી ઉપલબ્ધિ પણ નોંધાઈ છે.

પાકિસ્તાનના 109 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે 58 બોલમાં 85 રનની પાર્ટનરશિપ કરી હતી. ઝડપી રમતા સ્મૃતિ મંધાનાએ 31 બોલમાં 45 રનની ઈનિંગ રમી હતી. તે અડધી સદી ચૂકી ગઈ પરંતુ T20Iમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે પહેલા નંબર પર પહોંચી ગઈ છે. મંધાનાએ કેપ્ટન હરમનપ્રીત કૌરને પાછળ છોડી દીધી છે. મંધાનાએ 137 T20I મેચોમાં 3365 રન બનાવ્યા છે.

બીજા સ્થાને હરમનપ્રીત કૌર

મંધાનાએ 122ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. અત્યાર સુધી તેના નામે T20માં કોઈ સદી નથી. આ યાદીમાં બીજું નામ કેપ્ટન હરમનપ્રીત કૌરનું છે. હરમનપ્રીતે 170 T20Iમાં 106ના સ્ટ્રાઈક રેટથી 3349 રન બનાવ્યા છે. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. ત્રીજા નંબર પર પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજ છે. મિતાલીએ 89 T20Iમાં 2364 રન બનાવ્યા છે. મિતાલીનો સર્વોચ્ચ સ્કોર અણનમ 97 રન હતો.

જેમિમાહ રોડ્રિગ્સે T20Iમાં 2000 રન પૂરા કર્યા

જેમિમાહ રોડ્રિગ્સે પાકિસ્તાન સામે 3 રનની અણનમ ઈનિંગ રમી T20Iમાં તેના 2000 રન પૂરા કર્યા હતા. તે ભારત માટે આવું કરનાર ચોથી બેટ્સમેન બની છે. જેમિમાહે 96 T20Iમાં 112.93ના સ્ટ્રાઈક રેટથી 2000 રન બનાવ્યા છે. પાંચમા નંબર પર શેફાલી વર્મા હાજર છે. શેફાલીના નામે 77 T20I મેચોમાં 1788 રન છે. આ સમયગાળા દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 129.65 રહ્યો છે.

આ સમાચાર શેર કરો