Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill and Ravindra Jadeja will be seen in playing in this tournament

ODI સિરીઝ બાદ હવે આ ટુર્નામેન્ટમાં જોવા મળશે શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા, 22 જાન્યુઆરીએ મેદાન પર ઉતરશે

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ODI સિરીઝ બાદ હવે આ ટુર્નામેન્ટમાં જોવા મળશે શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા, 22 જાન્યુઆરીએ મેદાન પર ઉતરશે
સોર્સ : GSTV

ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ બાદ ભારતીય ટીમ હવે T20 વર્લ્ડ કપ 2026ની તૈયારી માટે કિવી ટીમ સામે પાંચ મેચની T20I સિરીઝ રમશે. T20 ટીમમાં સામેલ ન હોય તેવા સ્ટાર ખેલાડીઓ હવે રણજી ટ્રોફી 2025-26માં રમતા જોવા મળશે. આમાં ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ અને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. તેઓ 22 જાન્યુઆરીએ એકબીજાનો સામનો કરશે.

App Store

ગિલ અને જાડેજા હવે રણજી ટ્રોફીમાં રમતા જોવા મળશે

ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 22 જાન્યુઆરીએ રાજકોટના મેદાનમાં રમતા જોવા મળશે. આ તે દિવસ છે જ્યારે રણજી ટ્રોફી 2025-26નો સેકન્ડ હાફ શરૂ થશે, જ્યાં સૌરાષ્ટ્ર અને પંજાબની ટીમો એકબીજાનો સામનો કરશે. એક અહેવાલ મુજબ રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્ર માટે રમતો જોવા મળશે. જ્યારે શુભમન ગિલ પંજાબનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા છે. શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા બંને હાલમાં ફોર્મમાં નથી. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા ODI સિરીઝમાં બેટ અને બોલ બંનેથી કંઈ ખાસ નહતો કરી શક્યો. તેથી, તે ઘરેલુ ક્રિકેટ રમીને પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે સખત મહેનત કરશે. કેપ્ટન ગિલ પણ મોટા સ્કોર સાથે મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરશે.

રણજી ટ્રોફી 2025-26માં પંજાબ અને સૌરાષ્ટ્ર ટીમોનો અત્યાર સુધી સારો નથી રેકોર્ડ રહ્યો. સૌરાષ્ટ્ર એલિટ ગ્રુપ Bમાં ચોથા ક્રમે છે, જ્યારે પંજાબ છઠ્ઠા ક્રમે છે. તેથી બંને ટીમો મોટી જીત મેળવવા અને ટુર્નામેન્ટમાં આગળ વધવાનો પ્રયાસ કરશે. હાલમાં કર્ણાટક અને મહારાષ્ટ્ર એલિટ ગ્રુપ Bમાં ટોપ 2 પર છે. તેના સ્ટાર ખેલાડીઓની વાપસી સાથે બંને ટીમો મજબૂત દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં ફેન્સને એક કઠિન સ્પર્ધા જોવા મળી શકે છે.