VIDEO: પંજાબ કિંગ્સની સતત ચોથી હાર પર ગુસ્સે થયો શ્રેયસ અય્યર, જણાવ્યું ચહલને કેમ ન આપી બોલિંગ
પંજાબ કિંગ્સ ખરાબ સ્થિતિમાં છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ, ટીમની શરૂઆત શાનદાર રહી હતી. તે અજેય લાગતું હતું, પરંતુ જીતનો સિલસિલો અટકી ગયો અને ફરી શરૂ નથી થઈ શક્યો. પંજાબે તેની પ્રથમ સાત મેચમાં 13 પોઈન્ટ મેળવ્યા હતા, પરંતુ ત્યારથી, ટીમ સતત ચાર મેચ હારી ગઈ છે. કેપ્ટન શ્રેયસ અય્યર આ અંગે ગુસ્સે ભરાયેલો છે. મેચ પછી, તેણે એ પણ જણાવ્યું કે યુઝવેન્દ્ર ચહલને એક પણ ઓવર કેમ નહતી આપી.
પંજાબ કિંગ્સે 200 થી વધુ રન બનાવ્યા, છતાં હારનો સામનો કરવો પડ્યો
IPLની 55મી મેચમાં, દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 210 રનનો સારો સ્કોર બનાવ્યો, પરંતુ તે દિલ્હીના બેટ્સમેન માટે અપૂરતો સાબિત થયો. ટીમે છ બોલ વહેલા તે ચેઝ કરી લીધો. મેચ પછી, જ્યારે શ્રેયસ અય્યરને પૂછવામાં આવ્યું કે શું સ્કોરબોર્ડ પર બનાવેલા રન પૂરતા હતા, ત્યારે કેપ્ટને કહ્યું કે તે પૂરતા હતા. તેણે એમ પણ કહ્યું કે તેને લાગે છે કે 30 રન ખૂબ વધારે હતા, ઓછા હોવાનો કોઈ પ્રશ્ન જ નથી.
ચહલને બોલિંગ કેમ ન આપી?
યુઝવેન્દ્ર ચહલ પણ મેચમાં હતો, પરંતુ તેને એક પણ ઓવર નહતી આપવામાં આવી. જ્યારે અય્યરને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે તેણે ચહલને બોલ આપવાનો વિચાર કર્યો હતો, પરંતુ બોલ જે રીતે સીમ થઈ રહ્યો હતો અને ફાસ્ટ બોલરોને મદદ કરી રહ્યો હતો, તે પછી ચહલને બોલ નહતો આપવામાં આવ્યો. શ્રેયસ અય્યરે કહ્યું કે, "જો અમારા ઝડપી બોલર્સે યોગ્ય લાઈન અને લેન્થથી બોલિંગ કરી હોત, તો તેઓ વિકેટ લઈ શક્યા હોત. પરંતુ એવું ન થયું, અને અમે મેચ હારી ગયા." કેપ્ટન પેસર્સની બોલિંગથી ખૂબ નિરાશ જણાતો હતો.
ધર્મશાલામાં પહેલીવાર 200થી વધુ રનનો ચેઝ થયા
આંકડા મુજબ, શ્રેયસ અય્યરનો મુદ્દો સાચો લાગે છે. IPLમાં ધર્મશાલના આ સ્ટેડિયમમાં 200થી વધુ રનનો સ્કોર પહેલીવાર ચેઝ થયો છે. અગાઉ, 2010માં, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ હતી, ત્યારે 193 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં આવ્યો હતો. આ રેકોર્ડ હવે તૂટી ગયો છે, જેમાં ટીમને મેચ જીતવા માટે 211 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આનો અર્થ એ છે કે રન પૂરતા હતા, પરંતુ બોલિંગ કોઈક રીતે નબળી હતી અને ટીમને તેના પરિણામો ભોગવવા પડ્યા.

