Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI fined RCB head coach after match against MI

VIDEO: RCBના હેડ કોચને ફોર્થ અમ્પાયર સાથે ઝઘડો કરવો ભરે પડ્યો, BCCIએ ફટકાર્યો દંડ

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં રવિવારે રમાયેલા રોમાંચક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હરાવીને પ્લેઓફમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. જોકે, આ જીત બાદ RCBનો હેડ કોચ એન્ડી ફ્લાવર વિવાદમાં ફસાયો છે અને BCCIએ તેની સામે કડક કાર્યવાહી કરી છે. 

App Store

RCBની શાનદાર જીત વચ્ચે હેડ કોચ એન્ડી ફ્લાવર પર દંડની કાર્યવાહી

રવિવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટે પરાજય આપ્યો હતો. આ જીત સાથે RCB પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે, જ્યારે મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. મેચ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આચાર સંહિતાના ભંગ બદલ RCBના હેડ કોચ એન્ડી ફ્લાવર પર મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો છે. ફ્લાવરને IPL આચાર સંહિતાના લેવલ-1 હેઠળ દોષિત માનવામાં આવ્યો છે.

કેમ અમ્પાયર સાથે ભીડાયો એન્ડી ફ્લાવર?

મેચ દરમિયાન એક વિવાદાસ્પદ નિર્ણયને લઈને એન્ડી ફ્લાવર ફોર્થ અમ્પાયર સાથે ઉગ્ર દલીલો કરતો જોવા મળ્યો હતો. RCBની બેટિંગની 18મી ઓવરમાં જ્યારે કૃણાલ પંડ્યાએ શોટ માર્યો ત્યારે બાઉન્ડ્રી લાઇન પર મુંબઈના ફિલ્ડરો કેચ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા. રીપ્લેમાં છગ્ગો ન આપવાના નિર્ણયથી ફ્લાવર નારાજ થયો હતો અને અમ્પાયર સાથે ઝગડો કર્યો હતો. બાદમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી લેતા મેચ રેફરી અમિત શર્માએ આ સજા જાહેર કરી હતી.

ભુવનેશ્વર કુમારનો ઓલરાઉન્ડ દેખાવ અને રોમાંચક ફિનિશિંગ

આ મુકાબલો છેલ્લી ઘડી સુધી રોમાંચક રહ્યો હતો. અંતિમ ઓવરમાં RCBને જીતવા માટે 9 રનની જરૂર હતી, ત્યારે બોલર ભુવનેશ્વર કુમારે શાનદાર છગ્ગો ફટકારીને મેચ પલટી નાખી હતી. છેલ્લી બોલ પર બે રન લઈને બેટર્સે ટીમને જીત અપાવી હતી. ભુવનેશ્વર કુમારે માત્ર બેટિંગ જ નહીં પણ બોલિંગમાં પણ કમાલ કરતા 4 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો અને તે હાલમાં પર્પલ કેપની રેસમાં પણ સૌથી આગળ છે.

મુંબઈ ઈન્ડિયન્સની સફર સમાપ્ત, RCBની દાવેદારી મજબૂત

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન અત્યંત નિરાશાજનક રહી છે. આ હાર સાથે જ ટીમ હવે સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 11 મેચોમાં 14 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી છે. એન્ડી ફ્લાવર પર લાગેલા દંડ છતાં, ટીમનું મનોબળ અત્યારે સાતમા આસમાને છે અને તે પ્લેઓફમાં ટ્રોફી જીતવા માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહી છે.