Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shree Charani becomes number 1 T20I bowler in a year after debut

ICC T20I રેન્કિંગમાં શ્રી ચરણીનો કમાલ, ડેબ્યુના એક વર્ષની અંદર જ બની ગઈ નંબર-1 બોલર

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ICC T20I રેન્કિંગમાં શ્રી ચરણીનો કમાલ, ડેબ્યુના એક વર્ષની અંદર જ બની ગઈ નંબર-1 બોલર
સોર્સ : GSTV

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા સ્પિન બોલર 21 વર્ષીય શ્રી ચરણીએ ઈતિહાસ રચ્યો છે. તેના આંતરરાષ્ટ્રીય ડેબ્યુના માત્ર એક વર્ષમાં જ તે વિશ્વની નંબર 1 T20 બોલર બની ગઈ છે. હાલમાં તેના 753 રેટિંગ પોઈન્ટ છે. તેણે ગયા વર્ષે 28 જૂને તેની પહેલી T20 મેચ રમી હતી. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2026માં તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે, તેણે ફક્ત ત્રણ મેચમાં 10 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપમાં તેના પ્રભાવશાળી પ્રદર્શનનો હવે ICC રેન્કિંગમાં ફાયદો થયો છે.

App Store

ઈંગ્લેન્ડની બોલરને પણ ICC રેન્કિંગમાં 4 પોઈન્ટનો ફાયદો થયો

તાજેતરના ICC રેન્કિંગમાં, ભારતની શ્રી ચરણીએ ઈંગ્લેન્ડની લિન્સી સ્મિથને પાછળ છોડીને નંબર 1 સ્થાન મેળવ્યું છે. હાલમાં, શ્રી ચરણી 753 પોઈન્ટ સાથે ટોપના સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડની ચાર્લી ડીન 3 મેચમાં 5 વિકેટ લીધા બાદ, 733 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડની લિન્સી સ્મિથ હવે 726 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને સરકી ગઈ છે, અને તેની સાથી ખેલાડી સોફી એક્લેસ્ટોન ચાર સ્થાન ઉપર ચડીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે. બોલર્સની આ યાદીમાં અન્ય ટીમોના ખેલાડીઓને પણ ફાયદો થયો છે. વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુસ 11મા સ્થાને, ઓસ્ટ્રેલિયાની કિમ ગાર્થ 20મા સ્થાને, પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના 25મા સ્થાને અને આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગાસ્ટ 26મા સ્થાને પહોંચી ગઈ છે.

શેફાલી વર્મા અને હરમનપ્રીત બેટિંગ રેન્કિંગમાં આગળ વધી

લેટેસ્ટ ICC રેન્કિંગ અનુસાર, મહિલા T20 બેટિંગ યાદીમાં નંબર 1ના સ્થાન પર કોઈ મોટો ફેરફાર નથી થયો. ઓસ્ટ્રેલિયાની ઓપનર જ્યોર્જિયા વોલ નંબર 1 બેટ્સમેન બની રહી છે, જ્યારે તેની સાથી ખેલાડી બેથ મૂની એક સ્થાન ઉપર બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમની વાત કરીએ તો, યુવા ઓપનર શેફાલી વર્મા એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ એક સ્થાનના ફાયદા સાથે 10મા સ્થાને પહોંચી ગઈ છે. આ ઉપરાંત, ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન 11મા, આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગાસ્ટ 13મા અને બાંગ્લાદેશની નિગાર સુલ્તાના જોટી 20મા સ્થાને પહોંચી છે.