USA vs IRE: T20 વર્લ્ડ કપમાંથી પાકિસ્તાન બહાર થતાં શોએબ અખ્તરની એક લાઈન પોસ્ટ વાયરલ
T20 વર્લ્ડ કપમાં શુક્રવારે અમેરિકા અને આયર્લેન્ડની મેચ રમાવાની હતી. પરંતુ તે રદ થતા

T20 વર્લ્ડ કપમાં શુક્રવારે અમેરિકા અને આયર્લેન્ડની મેચ રમાવાની હતી. પરંતુ તે રદ થતાંT20 વર્લ્ડ કપના ગ્રૂપ સ્ટેજમાં અમેરિકાએ પોતાના પ્રથમ પ્રયાસમાં સુપર 8માં સ્થાન મેળવ્યું છે. આ સાથે ભૂતપૂર્વ ચેમ્પિયન પાકિસ્તાનને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. અમેરિકાએ તેની બે મેચોમાં પડોશી દેશ કેનેડા અને મજબૂત પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારત સામે ભલે હારનો સામનો કર્યો પરંતુ એક સમયે ભારતને પણ હંફાવ્યું હતું. પરંતુ ગ્રુપ Aમાં તેની આયર્લેન્ડ સામેની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચ રદ્દ થવાને કારણે તે ગ્રુપ Aમાંથી ભારત સાથે સુપર-8 તબક્કામાં જગ્યા મેળવી લીધી છે.
અમ્પાયરોએ ઘણી વખત મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ આઉટફિલ્ડ ભીનું હોવાને કારણે મેચ અમેરિકા- આર્યલેન્ડ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. જેનો અર્થ એ થયો કે પાકિસ્તાનની મજબૂત ટીમ T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગઈ હતી.
પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ તેના પ્રશંસકોમાં ઉદાસીનું વાતાવરણ છે, પરંતુ વરસાદને કારણે રમત રમાઈ શકી ન હતી. અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ રદ કરવામાં આવતા પાકિસ્તાનનું T20 વર્લ્ડ કપના સુપર 8માં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનની અંગે રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક પ્રતિક્રિયા આપી છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શોએબ અખ્તરે લખ્યું, 'પાકિસ્તાનની વર્લ્ડ કપની સફર ખતમ થઈ ગઈ છે. જણાવી દઈએ કે અમેરિકાએ ચાર મેચમાંથી પાંચ પોઈન્ટ સાથે ગ્રુપ લીગ અભિયાન પૂરું કર્યું અને જો પાકિસ્તાન આયર્લેન્ડ સામે તેની છેલ્લી મેચ જીતી જાત તો ચાર પોઈન્ટ સુધી પહોંચી શકે તેમ હતી.




