Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shikhar Dhawan summoned by ED in illegal app case

શિખર ધવન પણ આવ્યો EDની રડારમાં, ગેરકાયદે સટ્ટાબાજી એપના કેસમાં થશે 'ગબ્બર' ની પૂછપરછ

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2025
લાઇવ ટીવીGoogle News
શિખર ધવન પણ આવ્યો EDની રડારમાં, ગેરકાયદે સટ્ટાબાજી એપના કેસમાં થશે 'ગબ્બર' ની પૂછપરછ
સોર્સ : Google

પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની રડારમાં છે. શિખર ધવનને ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ગુરુવારે (4 સપ્ટેમ્બર) ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. હાલ તે ED ઓફિસ પહોંચ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. EDએ અગાઉ આ કેસમાં કેટલાક ક્રિકેટરોની પૂછપરછ કરી હતી, જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાનો પણ સમાવેશ થાય છે. EDએ સુરેશ રૈનાની 8 કલાક પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું.

App Store

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 1xBet નામની ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંબંધિત આ તપાસના ભાગ રૂપે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ શિખર ધવનનું નિવેદન નોંધશે. નોંધનીય છે કે, 39 વર્ષીય પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન કેટલીક જાહેરાતો દ્વારા આ એપ સાથે સંકળાયેલો હતો. 

ED પૂછપરછ દરમિયાન આ એપ સાથેના તેના સંબંધો શોધવા માંગે છે. તપાસ એજન્સી ગેરકાયદે સટ્ટાબાજી એપ સાથે સંબંધિત આવા ઘણા કેસોની તપાસ કરી રહી છે, જેના પર ઘણા લોકો અને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટી રકમની કરચોરી કરવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પૈસાથી રમતી ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવ્યો છે. આવી સ્થિતિમાં હવે આવી એપનું કોઈ પ્રમોશન નહીં થાય અને ન તો તેનો ભારતમાં કાયદેસર ઉપયોગ થઈ શકશે. EDએ સુરેશ રૈનાને આ એપ સાથેના તેના સંબંધો, તેના પ્રમોશનથી થતી કમાણી અને બંને પક્ષો વચ્ચેના સંદેશાવ્યવહારના માધ્યમ વિશે પૂછપરછ કરી હતી. શિખર ધવન સાથે પણ આવું જ થવાનું છે. એજન્સીએ તાજેતરમાં આ મામલે પૂછપરછ માટે ગૂગલ અને મેટાના પ્રતિનિધિઓને બોલાવ્યા હતા.