ફિટનેસ ટેસ્ટમાં ફેલ થઇ ગયો આ ભારતીય ખેલાડી, ટીમમાંથી બહાર થયો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ એશિયા કપ 2025 અને ઘરેલુ સિરીઝને ધ્યાનમાં રાખતા બેંગલુરૂ સ્થિત ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સીલેન્સ (COE)માં ફિટનેસ ટેસ્ટ આપ્યો હતો.જોકે, એક ખેલાડી ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
રોહિત-ગિલ સહિતના ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટમાં પાસ
રોહિત શર્મા, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડી ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં સફળ રહ્યા છે.
વિરાટ કોહલીએ લંડનમાં આપ્યો ફિટનેસ ટેસ્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ આપ્યો છે. વિરાટ કોહલી પ્રેક્ટિસ કરતો પણ જોવા મળ્યો હતો. કોહલીની નજર ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની વાપસી પર છે.
પ્રસિદ્ધ કષ્ણાને ફિટનેસ ટેસ્ટમાં સૌથી વધુ નંબર
પ્રસિદ્ધ કૃષ્ણાને ફિટનેસ ટેસ્ટમાં સૌથી વધુ નંબર મળ્યા હતા. વિકેટ કીપર ધ્રુવ જુરેલ ઇજાગ્રસ્ત હોવાને કારણે ફિટનેસ ટેસ્ટ માટે હાજર રહ્યો નહતો.
આ ખેલાડી ફિટનેસ ટેસ્ટ પાસ ના કરી શક્યો
જોકે, ફાસ્ટ બોલર વિજયકુમાર વૈશાક ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નહતો. એક રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે.વિજય કુમાર દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝોન તરફથી રમવાનો હતો. હવે વિજયકુમારની જગ્યાએ વાસુકી કૌશિકને સાઉથ ઝોન સ્કવોર્ડમાં સામેલ કરવામાં આવ્યો છે.મહત્ત્વપૂર્ણ છે કે સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની સેમિ ફાઇનલ 4 સપ્ટેમ્બરે રમાવાની છે.
વિજય કુમાર વૈશાક IPL 2025માં પંજાબ કિંગ્સ તરફથી રમતો હતો. ઇજામાંથી સ્વસ્થ થયા બાદ મેદાન પર વિજયકુમાર વૈશાકે વાપસી કરી હતી. IPL 2025માં તેણે 5 મેચ રમીને 4 વિકેટ ઝડપી હતી.
ઘરેલુ ક્રિકેટમાં વિજયકુમાર વૈશાક કર્ણાટકની ટીમનો મહત્ત્વનો સભ્ય રહ્યો છે. વિજયકુમારે અત્યાર સુધી 26 ફર્સ્ટ ક્લાસ મેચમાં 103 વિકેટ ઝડપી છે.

