VIDEO: 'તાકાત હોય તો...', સાનિયા મિર્ઝા સાથે લગ્ન અંગે શમીએ આપી આ પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પંડ્યાના ડિવોર્સની ચર્ચા ચાલતી હતી. અગાઉ મોહમ્મદ શમીના

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પંડ્યાના ડિવોર્સની ચર્ચા ચાલતી હતી. અગાઉ મોહમ્મદ શમીના સાનિયા મિર્ઝા સાથેના લગ્નની અફવાઓએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. જેના પર સાનિયાના પિતાએ પુષ્ટિ કરી હતી કે જે પણ સમાચાર ચાલી રહ્યા છે તે સંપૂર્ણ બકવાસ છે. આ બધી જ અફવાઓ છે. હવે આ જ મુદ્દે મોહમ્મદ શમીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
મોહમ્મદ શમીએ એક યુ ટ્યુબ શો પર વાત કરતી વખતે કહ્યું હતું કે, "આવા જે પણ સમાચાર માર્કેટમાં આવ્યા, તેના પર પ્રતિક્રિયા આપવી એ મારા માટે મોટી વાત નથી." હું આવા સમાચાર જોતો હતો. પરંતુ તેને કંઈ મહત્ત્વ નહોતો આપતો. જો તેનામાં હિંમત હોય તો વેરિફાઈડ એકાઉન્ટ સાથે આવી પોસ્ટ શેર કરી બતાવે.... પછી હું તેને બતાવીશ. " શમીએ કહ્યું, "આ એકદમ વિચિત્ર છે, હું આના પર શું કહું, હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આવા ખોટા સમાચારને આગળ ન લઈ જવા જોઈએ. હું સંમત છું કે મીમ્સ હોવા જોઈએ, તેમાં કંઈ ખોટું નથી પરંતું અફવાઓ ફેલાવવી એ ખોટું છે.
ભારતના દિગ્ગજ બોલરે આગળ કહ્યું, જુઓ, તમે મીમ્સ બનાવીને મજા કરી શકો છો પરંતુ કોઈ બીજાના જીવન વિશે મેમ્સ બનાવવું ખોટું છે. તમારે વિચારપૂર્વક મેમ્સ બનાવવા જોઈએ. આ ખરેખર ખોટું છે. જો તમારામાં હિંમત હોય તો તમારા વેરિફાઈડ એકાઉન્ટ સાથે આવા મીમ્સ શેર કરો, પછી હું તમને બતાવી દઈશ. "
શમીએ શોમાં પોતાની ફિટનેસ વિશે પણ વાત કરી અને કહ્યું કે તે હવે ફિટ થઈ રહ્યો છે. પોતાની જાતને ફિટ અનુભવે છે. તે ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે. પરંતુ તે પહેલા તે NCA જઈને પોતાની ફિટનેસ ઉપર કામ કરશે. શમીને આશા છે કે તે આવનારા સમયમાં ટીમ સાથે જોડાશે.
જણાવી દઈએ કે શમી વર્લ્ડ કપ 2023થી પગની ઈજાના કારણે ટીમની બહાર છે. તેણે પગની ઘૂંટીની સર્જરી પણ કરાવી છે. શમીએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બીજી તરફ ભારતીય ટીમ શ્રીલંકા સામે શ્રેણી રમવા જઈ રહી છે. ભારતીય ટીમના નવા કોચ સાથે નવી સિઝનની શરૂઆત થવાની છે.








