મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર, આ તારીખે ભારત અને પાકિસ્તાન ટકરાશે
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મહિલા ટી-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે ટી-20 વર્લ્ડકપ બાં

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મહિલા ટી-20 વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે ટી-20 વર્લ્ડકપ બાંગ્લાદેશમાં રમાવાનો છે. આ વર્લ્ડ કપમાં પ્રથમ મુકાબલો 3 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ત્યારે છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની મેચની શરૂઆત ક્વોલિફાયર-1 સામે કરશે.
ભારતને ગ્રૂપ-એમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વોલિફાયર-1 સાથે રખાયું છે. ત્યારે ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર-2 છે. ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષ કેપટાઉનમાં યજમાન સાઉથ આફ્રિકાને હરાવીને રેકોર્ડ છઠ્ઠી વખત ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન 2020માં રહ્યું હતું, જ્યારે તે ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ભારતીય મહિલા ટીમ પોતાનો પહેલો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે 4 ઓક્ટોબરે સિલહટમાં રમશે. ત્યારે 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. પછી 9 ઓક્ટોબરે તે ક્વોલફાયર-1 સાથે રમશે, ભારતની છેલ્લી ગ્રૂપ મેચ 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા રમશે. ભારતીય ટીમ પોતાની તમામ ગ્રૂપ મેચ સિલહટમાં રમશે.
મહિલા T20 વર્લ્ડકપ શેડ્યૂલ
4 ઓક્ટોબર: ભારત vs ન્યુઝીલેન્ડ, સિલહટ
6 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન, સિલહટ
9 ઓક્ટોબર: ભારત vs ક્વોલિફાયર-1, સિલહટ
13 ઑક્ટોબર: ભારત vs ઑસ્ટ્રેલિયા, સિલહટ
17 ઓક્ટોબર: પ્રથમ સેમિફાઇનલ, સિલહટ
18 ઓક્ટોબર: બીજી સેમિફાઇનલ, ઢાકા
20 ઓક્ટોબર: ફાઈનલ, ઢાકા






