મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 : સંદીપ શર્માની શાનદાર બોલિંગ સામે મુંબઈના બેટરો પાણીમાં બેસી ગયા, અનસોલ્ડ રહ્યા બાદ 5 વિકેટ ખેરવી

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે

IPL 2024 : સંદીપ શર્માની શાનદાર બોલિંગ સામે મુંબઈના બેટરો પાણીમાં બેસી ગયા, અનસોલ્ડ રહ્યા બાદ 5 વિકેટ ખેરવી

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં સંદીપ શર્માએ શાનદાર બોલિંગ કરી હતી.

સંદીપ શર્માએ ઈજા બાદ પોતાની વાપસીને યાદગાર બનાવતા મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર ઓવરોમાં માત્ર 18 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી. અંતિમ ઓવરમાં જ્યારે મુંબઈની ટીમ વધુ રન બટોરવાની ફિરાકમાં હતી ત્યારે સંદીપે ત્રણ વિકેટ ઝડપીને તેમના ઈરાદા પર પાણી ફેરવી દીધું હતું.

સંદીપ શર્માએ કહ્યું કે, બે વર્ષ પહેલા અનસોલ્ડ રહ્યો હતો. જોકે, મને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેના પગલે હું દરેક મેચને બોનસ ગણી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે પંજાબે 2022 પછી સંદીપને રિલીઝ કર્યો હતો. IPL 2023માં સંદીપ શર્માને ઈજાગ્રસ્ત પ્રસિદ્ધ કૃષ્ણના સ્થાને 50 લાખ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સમાં જોડાયો હતો. 2022ની હરાજીમાં તેને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો.

છેલ્લી ઓવરમાં માત્ર 3 રન આપ્યા

સંદીપ શર્મા રાજસ્થાન તરફથી બીજી ઓવર ફેંકવા આવ્યો હતો. તેણે પ્રથમ શિકાર મુંબઈના ઓપનર ઈશાન કિશનને બનાવ્યો હતો. ઈશાન સેમસનના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે સંદીપનો બીજો શિકાર બન્યો હતો. ઈનિંગની છેલ્લી ઓવર નાખવા આવેલા સંદિપે મુંબઈના બેટ્સમેનોને બિલકુલ છૂટ આપી ન હોતી. આ જ ઓવરમાં તિલક વર્મા અને ગેરાલ્ડ કોએત્ઝી અને ટિમ ડેવિડને આઉટ કરીને ઈનિંગ્સમાં પાંચ વિકેટ પૂરી કરી હતી. સંદિપે અંતિમ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા.

આ પહેલા તિલક વર્માની અડધી સદી અને નિહાલ વાઢેરા સાથેની તેની અડધી સદીની પાર્ટનરશિપના કારણે ટીમને સંકટ સમયમાંથી બહાર કાઢીને રાજસ્થાન રોયલ્સ સામે નવ વિકેટ પર 179 રન બનાવ્યા હતા. વર્માએ 45 બોલમાં ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 65 રનની ઈનિંગ રમવા ઉપરાંત નિહાલે 24 બોલમાં 49 રન બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો